Gir Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેના અવસર પર સોમવારે (3 માર્ચ) ગીર અભયારણ્યમાં જંગલ સફારીનો આનંદ માણ્યો અને એશિયાઈ સિંહોને નિહાળ્યા. સોમનાથના પ્રવાસ બાદ તેમણે સાસણ સ્થિત ‘સિંહ સદન’ ફોરેસ્ટ ગેસ્ટહાઉસમાં રાત્રી રોકાણ કર્યું. રવિવાર (2 માર્ચ) સંધ્યા સમયે PM મોદીએ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. જંગલ સફારી દરમિયાન તેમના સાથે વિવિધ મંત્રીઓ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Thank you for reading this post, don't forget to subscribe!NBWL બેઠક અને વન કર્મચારીઓ સાથે સંવાદ
PM મોદી સાસણ-ગીરમાં NBWLની સાતમી બેઠકની અધ્યક્ષતા કરશે. 47 સભ્યોની આ બેઠકમાં આર્મી ચીફ, વન્યજીવન વોર્ડન, NGO પ્રતિનિધિઓ અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. બેઠક બાદ PM મોદી મહિલા વન કર્મચારીઓ સાથે સંવાદ કરશે.

‘પ્રોજેક્ટ લાયન’ માટે 2,900 કરોડની મંજૂરી
સરકારે એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ‘પ્રોજેક્ટ લાયન’ હેઠળ 2,900 કરોડ રૂપિયા ફાળવ્યા. ગુજરાતમાં 30,000 ચોરસ કિમી વિસ્તારમાં એશિયાટિક સિંહો વસે છે.
અત્યાધુનિક વન્યજીવન સારવાર કેન્દ્ર
જૂનાગઢમાં 20.24 હેક્ટરમાં ‘નેશનલ રેફરલ સેન્ટર’ અને હાઈ-ટેક મોનિટરિંગ સેન્ટર સ્થાપી વન્યજીવો માટે અદ્યતન સારવાર સુવિધા તૈયાર થશે.
PM મોદીની ‘વનતારા’ મુલાકાત
વડાપ્રધાને રિલાયન્સ જામનગર રિફાઇનરી પરિસરમાં આવેલા ‘વનતારા’ પ્રાણી બચાવ કેન્દ્રની મુલાકાત લીધી, જે હાથીઓ અને વન્યજીવો માટે પુનર્વસન અને તબીબી સંભાળ પૂરું પાડે છે.