World: 3 જાન્યુઆરી, 2025 ના રોજ કેલિફોર્નિયામાં એક દુ:ખદ ઘટના બની હતી, જ્યારે ફુલર્ટનમાં એક નાનું વિમાન ફર્નિચરના વેરહાઉસમાં અથડાયું. આ દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા અને 18 લોકો ઘાયલ થયા, જેમાં ઘણા ઘાયલ લોકો હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી.
Thank you for reading this post, don't forget to subscribe!સાઉથ કોરિયા અને કઝાકિસ્તાનમાં થયેલી વિમાન દુર્ઘટનાઓ બાદ હવે કેલિફોર્નિયામાં પણ વિમાન ક્રેશની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના ફુલર્ટન એરપોર્ટની નજીક એક મોટા વેરહાઉસની છત પર બની હતી. વિમાનની અથડામણથી 100થી વધુ લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો. વિમાન ફુલર્ટન એરપોર્ટ પાસે એક મોટા વેરહાઉસની છત સાથે અથડાયું હતું. આ દુર્ઘટનાના કારણે 2 લોકોના મોત થયા છે અને 18 ઘાયલ થયા છે. બચાવ દળોએ ઘટનાસ્થળે પહોંચીને અંદરથી 100થી વધુ લોકોને સલામત બહાર કાઢ્યા છે.