Crime: પાટણથી મુંબઈ જતી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી અખાદ્ય ઘીનો મોટો જથ્થો ઝડપાયો પ્રતિબંધિત ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો, મહેસાણા Dy.SP મિલાપ પટેલની ટીમ દ્વારા સફળ કામગીરી, મહેસાણા Dy.SP મિલાપ પટેલની ટીમે સોમવારે ચોક્કસ બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરી. પાટણથી મુંબઈ જતી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી અખાદ્ય ઘીનો મોટો જથ્થો ઝડપાયો હતો
Thank you for reading this post, don't forget to subscribe!Dy.SP ની ટીમે ઊંઝા હાઈવે પર આવેલા ફતેપુરા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે, લક્ઝરી બસને રોકીને તપાસ કરતાં સ્લીપિંગ કોચની 10 નંબરની સીટની નીચે એડન ઘીવાલા બ્રાન્ડના 50 ડબ્બા મળી આવ્યા. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 60,000 છે.
પોલીસે શંકાસ્પદ અખાદ્ય ઘીનો જથ્થો કબજે કરી લીધો છે અને મુસાફરો સાથે જતી લક્ઝરી બસને આગળ જવા દીધી છે. મહેસાણા તાલુકા પોલીસ એ ઘીના જથ્થાની વધુ તપાસ માટે ફૂડ વિભાગને જાણ કરી છે, અને સેમ્પલ તપાસ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.