પાટણ કલેક્ટર કચેરીમાં બૉમ્બ મુક્યો હોવનો મળ્યો ઈ મેઈલ,તાત્કાલિક ધોરણે કચેરીને ખાલી કરાવી દેવામાં આવી
Thank you for reading this post, don't forget to subscribe!BREAKING NEWS: પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેઈલ આઈડી પર બોમ્બ મુકાયો હોવાનો ઈમેઈલ મળતા ખળભળાટ મચી ગયો છે. ઈમેઈલમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં વિસ્ફોટ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.

જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તમામ કચેરીઓ ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે અને અધિકારીઓ તેમજ કર્મચારીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે જ, કચેરીની આસપાસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.પાટણ એસ.પી.સહીતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કલેકટર કચેરી ખાતે દોડી આવ્યા છે. બૉમ્બ સ્કોડની મદદથી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે ધમકીને પગલે હજુ પણ કલેક્ટર કચેરીમાં બોમ્બ-સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે પોલાસનાં ધાડેધાડાં કલેક્ટર કચેરી ખાતે ઉતારી દેવાયાં છે.જિલ્લા કલેક્ટરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી હતી. કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી ગયા હતા. આ સાથે કલેક્ટર કચેરીની આસપાસની સુરક્ષા વધારવામાં આવી છે.
આ ઘટના અંગે જાણ પાટણના જિલ્લા પોલીસ અધીક્ષકને કરવામાં આવી હતી, ત્યારે તાત્કાલિક એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), અને બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. કચેરી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડની મદદથી કચેરીના દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.