ગુજરાતના પ્રાચીન અને ધાર્મિક સ્થળ પાવાગઢમાં પરિક્રમાનો પ્રારંભ

Parikrama begins in Pavagadh, an ancient and religious place in Gujarat

Panchmahal: ગુજરાતના પ્રાચીન અને ધાર્મિક સ્થળ પાવાગઢમાં આવેલી માતાજીના મંદિરની 44 કિલોમીટરની પરિક્રમાનો પ્રારંભ થયો છે. આ પરિક્રમામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે.આજ સોમવારથી બે દિવસ માટે યોજાયેલી આ પરિક્રમામાં હજારો માઈ ભક્તો ઉમટ્યા છે. છેલ્લા નવ વર્ષથી માઈ ભક્તો પાવાગઢની 44 કિલોમીટરની પરિક્રમાનું આયોજન કરી રહ્યા છે. પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરના 500 વર્ષ બાદ ધ્વજા રોહણ અને જીર્ણોદ્ધાર થયાના કારણે ભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે. આ પરિક્રમાની જાણકારી વધતી જતા દર વર્ષે ભક્તોની સંખ્યા સતત વધી રહી છે.

Thank you for reading this post, don't forget to subscribe!

પાવાગઢ પરિક્રમાની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ?

આજ સોમવારથી પાવાગઢની તળેટી ખાતે આવેલા વાઘેશ્વરી માતાના મંદિરથી તાજપુરા આશ્રમના પૂ. લાલ બાપુ, રામજી મંદિરના રામ શરણ બાપુ, તેમજ અન્ય સાધુ-સંતો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં 9મી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો છે. આ યાત્રા શિયાળાની ઠંડકમાં ભક્તોને પ્રકૃતિનું આનંદ માણવા અને માતાજીનું નામ લેતા ઉલ્લાસભર્યા વાતાવરણમાં નિર્વિઘ્ને પૂર્ણ કરવાનું ઉત્તમ પ્રેરણાસ્થાન છે.

પરિક્રમાના માર્ગ પર સેવાઓ

વડોદરા, પંચમહાલ અને આસપાસના વિસ્તારોના સેંકડો ભક્તો પરિક્રમામાં જોડાયા છે. વહેલી સવારથી સંઘો અને ભજન મંડળીઓ પરિક્રમામાં ભાગ લઈ રહ્યા છે. ભક્તો માટે માર્ગમાં મહાપ્રસાદ, ચા-નાસ્તા સહિતની સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ યાત્રાના પ્રથમ દિવસના અંતે પરિક્રમાવાસીઓ તાજપુરા ખાતે નારાયણ ધામમાં રોકાણ કરશે, અને આવતીકાલે સવારે પરિક્રમાનું સમાપ્ત થશે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03