સોનુનું કિરદાર નિભાવતી પલક સિંધવાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી અલવિદા

Palak Sindhwa, who played the role of Sonu, bids farewell to Tarak Mehta Ka Oolta Chashma show

Entertainment: ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનું ભિડેનું પાત્ર નિભાવનારી ફેમસ અભિનેત્રી પલક સિંધવાની હાલમાં ચર્ચામાં છે. પોતાનો છેલ્લા એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે.

Thank you for reading this post, don't forget to subscribe!

સેટ પરના છેલ્લા દિવસના કેટલાક ફોટા પલક સિંધવાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને સાથે એક લાંબી ભાવુક નોટ પણ લખી છે, જેમાં તેમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. આ પોસ્ટમાં પલકે લખ્યું છે. તેણે પોતાની છેલ્લા પાંચ વર્ષની મહેનત, સમર્પણ અને તાકાતનો અહેસાસ કર્યો.

પલક સિંધવાએ પોતાના ચાહકોનો આભાર માનતા જણાવ્યું કે આ સફર દરમિયાન મળેલા પ્રેમ અને સમર્થન માટે તે ઘણું આભારી છે. સાથે જ, તેમણે પોતાના કો-સ્ટાર્સનો પણ આભાર માન્યો અને લખ્યું છે કે જેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો, તેમને બદલામાં હું ઘણું શીખી છું.

પલકએ પોતાની પોસ્ટમાં મેકઅપ ટીમ, હેર સ્ટાઈલિશ ટીમ સહિત તમામનું ઉલ્લેખ કર્યો છે. આગળ તેમણે લખ્યું છે કે, “મારી અલવિદા આસુંઓથી ભરેલી છે, અને હું હમેશાં આ સુંદર યાદોને જાળવી રાખીશ જે મેં મારી ટીમ સાથે બનાવેલી છે.” પલક થોડા સમય માટે બ્રેક લેવા અને પોતાની આગળની સફર શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03