બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે પાકિસ્તાની T-20 ટીમની જાહેરાત

Pakistan T-20 squad announced for series against Bangladesh

2 Min Read

Sports:બાંગ્લાદેશ સામેની હોમ સિરીઝ માટે પાકિસ્તાનની ટીમ જાહેર કરવામાં આવી છે, જેમાં પૂર્વ કપ્તાન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન શાહ આફ્રિદીનો સમાવેશ કરાયો નથી. બુધવાર, 21 મેના રોજ PCBએ આ ત્રિપક્ષીય T-20 સિરીઝ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. મહત્વપૂર્ણ વાત એ છે કે આ ત્રણ દિગ્ગજોને બાકાત રાખવાનું કારણ પણ સામે આવ્યું છે.

Thank you for reading this post, don't forget to subscribe!

બાંગ્લાદેશની ટીમ 3 T-20 મેચોની સિરીઝ માટે પાકિસ્તાનની મુલાકાત લેશે, જે હવે 27 મેના રોજ શરૂ થશે (મૂળ તારીખ 25 મે હતી). PSL 2025ના આયોજનમાં થયેલા ફેરફારોને કારણે આ નવી તારીખ નક્કી કરવામાં આવી છે. આ સિરીઝ પાકિસ્તાનના નવા મુખ્ય કોચ માઈક હસનની પહેલી આંતરરાષ્ટ્રીય પરીક્ષા બનશે. ટીમનું નેતૃત્વ સલમાન અલી આગા કરશે, જ્યારે શાદાબ ખાનને ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે.

PCBએ મોટી પસંદગી કરી?

પીસીબીએ સ્પષ્ટ કહ્યું છે કે ટીમનું પસંદગી PSL 10ના પ્રદર્શન પર આધારિત છે. તેમ છતાં, બાબર (288 રન, 3 અડધી સદી), રિઝવાન (367 રન, 1 સદી), અને શાહીન (11 વિકેટ) ત્રણેયનું PSLમાં સારા દેખાવ હોવા છતાં તેમને બહાર રાખવામાં આવ્યા છે. PCBના આ પગલાને લઈને એવું માનવામાં આવી રહ્યું છે કે સંભાવના મુજબ આ ખેલાડીઓ હવે T-20 ફોર્મેટ માટે પસંદગીદારોની યોજના બહાર છે.

કોચ અને પસંદગીકારો વચ્ચે મતભેદ?

અહેવાલો મુજબ, કોચ માઈક હસન બાબર આઝમને બાંગ્લાદેશ સામે રમાડવા માંગતા હતા, પણ પસંદગીકારો સહમત નહોતા. નિષ્ણાતો માને છે કે સતત બીજી T20 સિરીઝમાંથી બહાર રાખાતા, બાબર, રિઝવાન અને શાહીનના T-20 કરિયરના આગામી અધ્યાય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.


પાકિસ્તાન T-20 ટીમ

  1. સલમાન અલી આગા (કેપ્ટન)
  2. શાદાબ ખાન (વાઇસ કેપ્ટન)
  3. અબરાર અહેમદ
  4. ફહીમ અશરફ
  5. ફખર જમાન
  6. હારિસ રઉફ
  7. હસન અલી
  8. હસન નવાઝ
  9. હુસૈન તલત
  10. મોહમ્મદ હેરિસ
  11. ખુશદિલ શાહ
  12. મોહમ્મદ વસીમ જુનિયર
  13. મોહમ્મદ ઈરફાન ખાન
  14. સૈમ અયુબ
  15. નસીમ શાહ
  16. શાહિબઝાદા ફરહાન

પાકિસ્તાન vs બાંગ્લાદેશ T-20 સિરીઝ કાર્યક્રમ

  • 27 મે, મંગળવાર – ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર (રાત્રે 8 વાગ્યે)
  • 29 મે, ગુરુવાર – ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર (રાત્રે 8 વાગ્યે)
  • 31 મે, શનિવાર – ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર (રાત્રે 8 વાગ્યે)
Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03