Gujarat: ધોળકા-બગોદરા રોડ અને બગોદરા-અરણેજ રોડ પર ઓવરલોડ માટી ભરેલા ડમ્ફરો રાત્રી અને દિવસ દરમિયાન બેફામ દોડી રહ્યા છે. આ ડમ્ફરો એટલી ઝડપે ચાલી રહ્યા છે કે જાણે માટી ભરેલા માતેલા સાંઢ દોડી રહ્યા હોય. હકીકત એ છે કે આ ડમ્ફરોમાં નંબર પ્લેટ નથી. જો હોય તો પણ તે ગાડીના કેબિનમાં મુકી દેવામાં આવે છે. નંબર પ્લેટ હોવા છતાં ડમ્પરો પર તેને લગાવવામાં આવતી નથી. જયારે ડમ્ફર ચાલકોને આ બાબતે પૂછવામાં આવે છે, ત્યારે તેઓ સાવ બેદરકાર રીતે જવાબ આપે છે કે “નંબર પ્લેટ અંદર કેબિનમાં પડી છે!” આ ઓવરલોડ ડમ્પરોના કારણે વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય ઉભો થયો છે. ખાસ કરીને નાના વાહનચાલકો માટે મોટા જોખમો સર્જાઈ રહ્યા છે.
Thank you for reading this post, don't forget to subscribe!
જ્યારે ડમ્ફર ચાલકોને પૂછવામાં આવે છે કે આ ડમ્પરો કોના છે, ત્યારે તેઓ એક જ નામ લે છે – મહીપાલસિંહ ઝાલા. આવું નામ સાંભળતા જ ખાણ-ખનિજ વિભાગ અને RTO વિભાગ કશું કરતા નથી. જો મહીપાલસિંહ ઝાલાના નામ પર કોઈ ડમ્પર ચાલક ભરોસો રાખી શકે, તો શું એ કોઈ મોટી હસ્તી છે? જો એવું નથી, તો પછી RTO વિભાગ, ખાણ-ખનિજ વિભાગ અને બાવળા મામલતદાર કોઈ કાર્યવાહી કરવા માટે શા માટે ડરતા હોય? આ પ્રશ્નો ઉઠે છે કે શું કોઈ આ તપાસ રોકી રહ્યું છે? કે પછી આ પાછળ કોઈ બીજું કારણ છે?
રિપોર્ટર: ભરત બેલદાર, ધોળકા