NPS વાત્સલ્ય યોજના નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા શરૂ કરશે

NPS Vatsalya Yojana will be launched by Finance Minister Nirmala Sitharaman

Business: 2024-25ના કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણા મહત્વપૂર્ણ યોજનાઓ પર ચર્ચા કરી હતી. ભવિષ્યમાં બાળકોને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે, સરકારે સગીર બાળકો માટે પેન્શન ખાતા ખોલવાની યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજનાના ભાગરૂપે, સરકાર દ્વારા NPS વાત્સલ્ય યોજનાની પણ ઘોષણા કરવામાં આવી છે. આ યોજના આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા શરૂ કરવામાં આવશે. ચાલો, જાણીએ કે આ યોજના બાળકોના આર્થિક ભવિષ્યને કેવી રીતે મજબૂત બનાવશે.

Thank you for reading this post, don't forget to subscribe!

આ યોજના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત કરવામાં આવશે અને આ સરકારી યોજનામાં રોકાણ કરીને, પુખ્તાવસ્થા પ્રાપ્ત કરવા પર બાળક માટે મોટું ભંડોળ એકઠું કરી શકાશે. જેના માટે આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ NPS વાત્સલ્ય યોજના સાથે એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ રજૂ કરશે.

લોન્ચિંગ સાથે, આ યોજના સંબંધિત દરેક વિગતો બ્રોશર સાથે બહાર પાડવામાં આવશે. સરકારી નોટિફિકેશન મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો કે જે NPS વાત્સલ્ય યોજનામાં સબ્સ્ક્રાઇબ કરે છે તેમને કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર (PRAN) કાર્ડ મળશે. જેની મદદથી બાળકોને પેન્શન મળી રહેશે.

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં તેની શરૂઆતના ભાગ રૂપે, NPS વાત્સલ્ય કાર્યક્રમો દેશભરમાં લગભગ 75 સ્થળોએ એક સાથે આયોજિત કરવામાં આવશે. આ સાથે, અન્ય સ્થળોના લોકો પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા કાર્યક્રમમાં જોડાશે અને તે સ્થાન પર નવા નાના ગ્રાહકોને PRAN સભ્યપદનું વિતરણ પણ કરવામાં આવશે.

બાળક 18 વર્ષનું થાય એ પછી પણ જો માતા-પિતાની ઈચ્છા હોય તો NPS ખાતામાં તેમનું યોગદાન ચાલુ રાખી શકે છે. બાળકો પુખ્ત બને ત્યારે આ યોજના અંતર્ગત બનેલા ખાતાને NPS ખાતા સાથે જોડી દેવામાં આવશે. તેમજ NPS એકાઉન્ટ ખોલવાની તારીખથી 3 વર્ષ પછી આંશિક ઉપાડ પણ કરી શકાશે. તમે બાળકના નામે ખોલેલા ખાતામાં જમા થયેલી કુલ રકમના 25 ટકા ઉપાડી શકશો અને બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધીમાં 3 વખત ઉપાડ કરી શકાશે.

18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી, બાળકના ખાતાનું 3 મહિનામાં નવેસરથી એકાઉન્ટનું KYC કરાવવું પડશે. તેમજ બાળક પુખ્ત થતા જો NPS વાત્સલ્ય ખાતું બંધ કરાવવું હોય તો ઈચ્છા મુજબ બંધ પણ કરાવી શકાય છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03