Government of India: નવા વર્ષ 2025થી, રાજ્યમાં રેશનકાર્ડ માટેની પરંપરાગત પ્રક્રિયાઓનો અંત આવી શકે છે. ભારત સરકારએ જાહેરાત કરી છે. રાજ્ય દ્વારા નવા એપ્લિકેશન પદ્ધતિથી કરવામાં આવશે. અનાજ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા નવી પદ્ધતિ હેઠળ, લોકોને તેમના ફોનમાં એક એપ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવી છે. આ એપના માધ્યમથી, કોઈ પણ યુઝર તેમના આધાર કાર્ડના મોટે ભાગના પ્રમાણપત્રો સરળતાથી મેળવી શકે છે .
Thank you for reading this post, don't forget to subscribe!ભારત સરકારની રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ દેશના 80 કરોડથી વધુ જરૂરિયાતમંદ લોકોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે દરેક રાજ્યમાં જરૂરિયાતમંદ નાગરિકોને રેશન કાર્ડ આપવામાં આવે છે. પરંતુ હવે સરકારે એક નવી પહેલ કરી છે જેના દ્વારા રેશન કાર્ડ ધારકો રેશન કાર્ડ વગર પણ રાશન મેળવી શકશે. આ નવી પદ્ધતિથી રેશન વ્યવસ્થા વધુ સરળ બનશે. ભારત સરકારે રાશન વ્યવસ્થાને વધુ સરળ બનાવવા માટે “મેરા રાશન 2.0” નામની એક નવી મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી તમે હવે રેશન કાર્ડ વગર પણ સરળતાથી રાશન મેળવી શકો છો.
તમારે ફક્ત આ એપમાં તમારો આધાર નંબર દાખલ કરવાનો છે અને તમારી બધી વિગતો આપમેળે દેખાશે. આ એપનો ઉપયોગ કરવા માટે તમે Google Play Store અને Apple App Store પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા બાદ તમારે તમારો આધાર નંબર દાખલ કરીને OTP વડે લોગિન કરવું. પછી તમારું રેશન કાર્ડ આ એપ પર ખુલશે.