India: કેન્દ્રીય માર્ગ મંત્રાલયના મંત્રી નીતિન ગડકરીએ વડાપ્રધાન પદની ઓફરની ચર્ચાઓ વચ્ચે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે, ‘હું રાજકારણમાં કંઈક બનવા માટે નથી આવ્યો. આજે હું સંપૂર્ણ મનથી કહી રહ્યો છું કે મને કોઈ સમસ્યા નથી અને મારી કોઈ મહત્વાકાંક્ષા નથી. જો હું PM પદ માટે યોગ્ય હોવ તો તે પદ મને મળી રહેશે.’
Thank you for reading this post, don't forget to subscribe!કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખુલાસો કર્યો કે, ‘મને વિપક્ષ તરફથી વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ વૈચારિક મતભેદોના કારણે મેં તે ઓફર ઠુકરાવી દીધી હતી.’ ઉલ્લેખનીય છે કે, નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં ગડકરીએ જણાવ્યું હતું કે, ‘ચોથી જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી, વિપક્ષે મને વડાપ્રધાન પદ માટે પ્રસ્તાવ આપ્યો હતો, પણ મારી અલગ વિચારધારા હોવાથી મેં તે પ્રસ્તાવ મંજૂર કર્યો નહોતો.’
નીતિન ગડકરી છેલ્લા દસ વર્ષથી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય સંભાળી રહ્યા છે. એક કાર્યક્રમ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમારા વિશાળ અનુભવોને ધ્યાને લેતા તમને વધુ મંત્રાલયો મળવા જોઈએ કે નહીં? તો તેમણે જવાબ આપ્યો, ‘હું ક્યારેય કંઈ માંગવા ગયો નથી. હું 95 ટકા સમાજ સેવા અને માત્ર 5 ટકા રાજકારણમાં વિશ્વાસ રાખું છું.’