Health: “ડિંગા-ડિંગા” નામના નવા વાયરસે સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ પેદા કરી દીધો છે. આ વાયરસ આફ્રિકાના યુગાન્ડામાં મળ્યો છે, અને “ડિંગા ડિંગા”નો અર્થ છે “નૃત્ય કરતા હોય તેમ હલતા રહેવું.” આ રોગ મુખ્યત્વે યુગાન્ડાના બુંદીબુગ્યો જિલ્લાની સ્ત્રીઓમાં જોવા મળ્યો છે.
Thank you for reading this post, don't forget to subscribe!યુગાન્ડાના બુંદીબુગ્યો જિલ્લામાં આશરે 300 લોકો આ વાયરસના પ્રભાવ હેઠળ આવ્યા છે, જેમાં વધુતર મહિલાઓ અને છોકરીઓ છે. આ બીમારીના લક્ષણોમાં તાવ, નબળાઈ, અને શરીરમાં ધ્રુજારીનો અનુભવ થાય છે, જેના કારણે ચાલવામાં અડચણ આવે છે. ગંભીર કિસ્સાઓમાં, કેટલાક લોકો લક્વાગ્રસ્ત પણ થયા છે. અસરગ્રસ્ત લોકોના સેમ્પલ્સ વધુ પરીક્ષણ માટે યુગાન્ડાના આરોગ્ય મંત્રાલયને મોકલવામાં આવ્યા છે.
યુગાન્ડાના આરોગ્ય અધિકારીઓ આ રહસ્યમય રોગ અને તેનું કારણ શોધી રહ્યા છે. જોકે, અત્યારસુધીે કોઈ મોતની જાણ થઈ નથી, પરંતુ આરોગ્ય અધિકારીઓ સમયસર તબીબી સહાય મેળવવા માટે લોકોને આગ્રહ કરી રહ્યા છે.
આરોગ્ય ટીમો એન્ટિબાયોટિક્સ આપીને ઉપચાર કરી રહ્યા છે, અને દર્દીઓની રિકવરીમાં લગભગ એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. સ્વાસ્થ્ય અધિકારીઓ બીમારીના પ્રસારને રોકવા માટે સ્વચ્છતા રાખવાનો અને સંક્રમિત વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં ન આવવાનો સંકલ્પ આપે છે.