Sports: ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ શ્રેણી રમાશે? આ પ્રશ્ને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જગાવી છે. લાહોર ખાતે ગયા BCCI અધિકારી રાજીવ શુક્લાએ આ સંદર્ભે મહત્વની માહિતી આપી. BCCI અધિકારી રાજીવ શુક્લા લાહોરમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમિફાઈનલ મેચ જોવા પહોંચ્યા હતા. અહીં તેઓએ પાકિસ્તાન દ્વારા ICC ઇવેન્ટના સફળ આયોજનની પ્રશંસા કરી. ભારત-પાકિસ્તાન શ્રેણી અંગે પ્રશ્ન કર્યો, ત્યારે રાજીવ શુક્લાએ સ્પષ્ટ જવાબ ન આપતા જણાવ્યું કે આ સંપૂર્ણપણે ભારત સરકારના નિર્ણય પર આધાર રાખે છે.
Thank you for reading this post, don't forget to subscribe!શ્રેણી માટે હજી પણ સંભાવના ઓછી?
રાજીવ શુક્લાએ પાકિસ્તાનની પ્રશંસા કરી હોવા છતાં, ભારત-પાકિસ્તાન બાઈલેટરલ શ્રેણી શરૂ કરવાનું ફક્ત BCCI ના હાથમાં નથી. તેમણે કહ્યું કે જો સરકાર મંજૂરી આપે તો જ આ શ્રેણી શક્ય બનશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ દુબઈને બદલે લાહોરમાં કેમ ન યોજાઈ? તેના જવાબમાં રાજીવ શુક્લાએ જણાવ્યું કે જો ઓસ્ટ્રેલિયા ભારતને હરાવી હોત તો પરિસ્થિતિ અલગ હોત.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ. તે ન્યુઝીલેન્ડ અને ભારત સામે હારી ગઈ, જ્યારે બાંગ્લાદેશ સાથેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ. બીજી તરફ, ભારતે અપરાજિત રહીને ફાઇનલમાં જગ્યા બનાવી. ભારત-પાકિસ્તાન શ્રેણી માટે ભવિષ્યમાં શું થશે તે સંપૂર્ણપણે રાજકીય પરિસ્થિતિ પર આધાર રાખશે.