Gujarat: જમ્મુ-કશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ના ભાગરૂપે દેશભરમાં 13 મે થી 23 મે સુધી રાષ્ટ્રીય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો ઉદ્દેશ માતૃભૂમિ પ્રત્યેના ગૌરવ અને તિરંગાની મહિમાને વધારવો છે.
Thank you for reading this post, don't forget to subscribe!
આજ રોજ સિદ્ધપુર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાને ફ્લેગ ઓફ કરીને આરંભ આપવામાં આવ્યો અને તે દરમ્યાન વિવિધ વર્ગના નાગરિકોએ દેશભક્તિના ભાવથી જોડાઈ સૌમ્ય અને ઉર્જામય માહોલ સર્જ્યો.

આ યાત્રામાં નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, શહેર ભાજપના મહામંત્રીશ્રીઓ, APMC ચેરમેન, લઘુમતી અને વોરા સમાજના આગેવાનો, તાલુકા ભાજપ પ્રમુખ, સાધુ-સંતો, યુવા મોરચા, મહિલા મોરચા, વિવિધ મોરચાના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ, પોલીસ સ્ટાફ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો અને નગરજનો ઉમંગભેર જોડાયા અને ભારતના જવાનોની વિરતાને વંદન કર્યાં.

અહેવાલ: પવન યોગી, સિદ્ધપુર