India: રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મહાકાલના દર્શને જઈ રહેલી એક બસ ટ્રેલર સાથે અથડાઈ હતી, રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો, જ્યાં એક સ્વીપર કૉચ બસ ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ ગઈ. આ ઘટનામાં બસમાં સવાર 45થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત નાગલ રાજાવતન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીલર નંબર 198 પાસે બન્યો હતો.
ઘટનાસ્થળેથી મળતી માહિતી અનુસાર, બસ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત થયો હતો. ટક્કરની તીવ્રતાને કારણે બસનો આગળનો ભાગ ભાંગી પડ્યો હતો અને મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકો અને પસાર થતાં વાહનોના ચાલકોએ તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા.
નાગલ રાજાવતન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બસ ચાલકની બેદરકારી અને ઝડપને અકસ્માતનું કારણ જણાતું હોય છે. પોલીસે ટ્રેલર ચાલકની પણ પૂછપરછ શરૂ કરી છે. અધિકારીઓએ એક્સપ્રેસવે પર ટ્રાફિક નિયંત્રિત કરવા માટે વધારાના પગલાં હાથ ધર્યા છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસએ જનતા તેમજ ડ્રાઇવરોને માર્ગ પર સાવચેત રહેવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી છે. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાથી તેમની વિશેષ સારવાર ચાલી રહી છે, જ્યારે અન્યને પ્રાથમિક સારવાર પૂરી કર્યા બાદ રજા આપવામાં આવી છે.