Gujarat: 4 ઓક્ટોબર થી 7 ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. તેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, રાજ્યના અન્ય જિલ્લામાં આ દિવસો દરમિયાન વરસાદ નહીં નડવાની સંભાવના છે, તેથી ખેલૈયાઓ આ નવરાત્રીમાં મનપૂર્વક ગરબા રમી શકશે.
Thank you for reading this post, don't forget to subscribe!હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ઓક્ટોબર મહિને બંગાળના ઉપસાગરમાં સામાન્ય રીતે વાવાઝોડા સર્જાતા હોય છે. પરંતુ આ વર્ષે, ઓક્ટોબર માસમાં અરબ સાગરમાં પણ વાવાઝોડાની શક્યતાઓ દેખાય છે. આનો પરિણામ રૂપે, પાંચમી ઓક્ટોબરે રાજ્યના હવામાનમાં ફેરફાર આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.
અને 12 ઓક્ટોબર થી 18મી ઓક્ટોબર દરમિયાન વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે. આ વાવાઝોડાનો માર્ગ સામાન્ય રીતે ઓમાન તરફ જાય છે, પરંતુ હવે આ માર્ગની શક્યતા ઘટી છે. જ્યારે જેઠ ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફ જઈને કચ્છના ભાગોમાંથી પાકિસ્તાન તરફનું માર્ગ બનાવવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં 22મી ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થવા લાગશે, અને આ વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાઈ શકે છે.