સપ્ટેમ્બરમાં વરસશે મેઘરાજા: ગુજરાત સહિત સાત રાજ્યોમાં ઍલર્ટ

આગામી 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી

Heavy Rain In India, IMD : ઑગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદને લઈને દેશભરમાં મેઘતાંડવના દૃશ્યો જોવા મળ્યા છે. ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદને પગલે પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. આ સાથે અતિભારે વરસાદને કારણે તારાજીના દૃશ્યો સર્જાયા હતા.

Thank you for reading this post, don't forget to subscribe!

હવામાન વિભાગ દ્વારા આગામી મહિનામાં ગુજરાત સહિત સાત રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાત સહિત દેશભરમાં સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ઉત્તર-પશ્ચિમ ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.ઑગસ્ટમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પછી, સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત સહિત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના ભાગો, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આજુબાજુના વિસ્તારોની સાથે ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.

ગુજરાતમાં આગામી 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે આવતી કાલે (1 સપ્ટેમ્બર) દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરના છૂટાછવાયા સ્થળે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ‘દેશમાં ઑગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ 248.1 મિ.મી કરતાં 287.1 મિ.મી વરસાદ નોંધાયો છે. એકંદરે, ભારતમાં 1 જૂનના રોજ ચોમાસાની સિઝનની શરુઆતથી અત્યાર સુધીમાં 749 મિ.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય વરસાદ 701 મિ.મી. છે.’

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01