IMD Forecast : અંબાલાલની નવરાત્રીમાં વરસાદની આગાહી વચ્ચે ચોમાસાની સિઝનના અંતમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ ફરી જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 17 ઓક્ટોબર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવી મળી રહી છે.
Thank you for reading this post, don't forget to subscribe!આવતી કાલે આ જિલ્લામાં યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગ દ્વારા આવતી કાલે (12 ઓક્ટોબરે) સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે 13 ઓક્ટોબરે દક્ષિણ અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લાના અમુક સ્થળો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
14 ઓક્ટોબરની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે 14 ઓક્ટોબરે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ.
15 થી 17 ઓક્ટોબરની આગાહી
રાજ્યમાં 15 ઓક્ટોબરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
જ્યારે 16-17 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.