Gujarat: SOG ની ટીમે રૂપિયા 20,500/-ની કિંમતના લીલાં ગાંજાના છોડ સાથે વૃદ્ધ ને ઝડપી લીધો. ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમે ચોક્કસ માહિતી આધારે મહુવા તાલુકાના ખારી ગામે એક વાડીમાં કરવામાં આવેલ લીલાં ગાંજા વાવેતર સાથે આજ ગામના વૃદ્ધ ખેડૂતની ધડપકડ કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Thank you for reading this post, don't forget to subscribe!સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ SOGની ટીમ મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે ખારી ગામે રહેતો અને ખારી ગામની સીમમાં ઉંમરવિડી તરીકે ઓળખાતી સીમમાં વાડી ધરાવતા સાર્દુળ ભીખા બારૈયા એ પોતાની વાડીમાં ગાંજાનુ વાવેતર.
મળતી માહિતીના આધારે SOGની ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરતા વાવેતર કરનાર ખેડૂત સાર્દુળ વાડીએ હાજર હોય જેની પ્રાથમિક પુછપરછ કરતા તેણે વાડીમાં વાવેતર કરેલ લીલાં ગાંજાના છોડ બતાવતા SOGના જવાનોએ આ ગાંજાના છોડ મૂળ સાથે ખેંચી કાઢી કુલ રૂપિયા 20,500/-ની કિંમતનો 4 કિલો 400/- ગ્રામ ગાંજાના જથ્થા સાથે ખેડૂત સાર્દુળની ધડપકડ કરી તેના વિરુદ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આરોપી – મુદ્દામાલ સોંપી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ: ફિરોજ મલેક ભાવનગર