મહારાષ્ટ્રનું ભવ્ય ઈસ્કોન મંદિર નિર્માણ, MP મોદીના હસ્તે ઉદ્ધઘાટન

Maharashtra's grand ISKCON temple construction, inaugurated by

India: નવી મુંબઈના ખડગપુરમાં 12 વર્ષની અનવરત મહેનત બાદ ભવ્ય ઈસ્કોન મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે. આ મંદિરનું નામ “રાધા મદનમોહનજી મંદિર” રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના પવિત્ર દિવસે આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. પ્રાપ્ત માહિતી મુજબ, મંદિરના નિર્માણમાં લગભગ ₹170 કરોડનો ખર્ચ થયો છે.

Thank you for reading this post, don't forget to subscribe!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે શિલાન્યાસ અને ઉદ્ઘાટન

મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ સુરદાસ પ્રભુએ જણાવ્યું કે આ મંદિર આધ્યાત્મિકતા માટે એક મહત્વનું કેન્દ્ર બનશે. વડાપ્રધાન મોદીએ નિર્માણ દરમ્યાન પણ મંદિરની મુલાકાત લીધી હતી. 12 ઓક્ટોબરે નવી મુંબઈની મુલાકાત દરમિયાન તેઓ મંદિરનું કામકાજ જોવા આવ્યા હતા. સાથે જ, આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મંદિરના વૈદિક સંગ્રહાલય અને સંસ્કૃતિ કેન્દ્રના શિલાન્યાસનું પણ કર્યું હતું.

મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆત 9 જાન્યુઆરીથી થશે, જે એક સપ્તાહ સુધી ચાલશે. આ દરમિયાન આધ્યાત્મિક સેમિનાર, ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મંદિરના આકર્ષણોમાં દશાવતારની મૂર્તિઓની સ્થાપના પણ કરવામાં આવી છે.

અહીં ભક્તિવેદાંત કોલેજ ઓફ વૈદિક એજ્યુકેશન, લાઈબ્રેરી, આયુર્વેદિક હીલિંગ સેન્ટર, ગૌશાળા, વરિષ્ઠ નાગરિકો માટે આશ્રમ અને જૈવિક ખેતી સહિત અનેક પ્રેરણાત્મક પ્રકલ્પો સ્થાપિત કરાયા છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર સહિતના મહાનુભાવોની હાજરીની શક્યતા છે. આ મંદિર નવી મુંબઈની હરિયાળી વચ્ચે મનમોહક દેખાવ સાથે એક આધ્યાત્મિક તેજ પ્રગટાવશે, અને ભવિષ્યમાં સમગ્ર ભારત માટે ગૌરવનું કેન્દ્ર બની રહેશે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03