Bhakti sandesh: મહાકુંભ મેળામાં કરોડોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ જઈ રહ્યા છે. ફ્લાઈટના ભાડા આસમાને છે અને ટ્રેનો ફુલ છે. આ સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા મહાકુંભ યાત્રા માટે વિશેષ એસી વોલ્વો બસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે .બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે. મહાકુંભ 2025 યાત્રા માટે આરામદાયક અને વ્યવસ્થિત સફરની સુવિધા ગુજરાત સરકારે ઉપલબ્ધ કરી છે.
Thank you for reading this post, don't forget to subscribe!પેકેજ અને ભાડુ
આ યાત્રા માટે ત્રણ રાત અને ચાર દિવસનું પેકેજ છે, જેમાં ભાડું ₹8100 રહેશે. બુકિંગ ઓનલાઇન www.gsrtc.in દ્વારા કરવાનું રહેશે. પ્રથમ એસી વોલ્વો બસને 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લીલી ઝંડી આપીને યાત્રા માટે પ્રસ્થાન કરાવશે.
બુકિંગ માટેની પ્રોસેસ
- સાઇટ ઓપન કરવી: www.gsrtc.in પર જઈ “Mahakumbh 2025” ઓપ્શન પર ક્લિક કરો.
- રૂટ પસંદ કરવો: “અમદાવાદ રાણીપ-પ્રયાગરાજ-અમદાવાદ રાણીપ” રૂટ પસંદ કરો.
- બોર્ડિંગ પોઇન્ટ સિલેક્ટ કરો: “અમદાવાદ રાણીપ” બોર્ડિંગ અને ડ્રોપિંગ પોઇન્ટ તરીકે પસંદ કરો.
- તારીખ પસંદ કરો: Onward પર ક્લિક કરીને તમારી જવાની તારીખ પસંદ કરો અને Search બટન પર ક્લિક કરો.
- પેકેજ કન્ફર્મ કરો: “You have opted for package trip booking” પર OK ક્લિક કરો.
- સીટ બુક કરો: તમારી ઈમેલ ID, મોબાઈલ નંબર અને અન્ય વિગતો એડ કરીને Seat Book કરો.
- પેમેન્ટ કરો: પેમેન્ટ કર્યા પછી તમારું ટિકિટ બુક થશે.