લેબોરેટરી ટેક્નિશિયન મહામંડળ ઉપવાસ આંદોલન શરુ

Laboratory Technician Mahamandal starts fast movement

1 Min Read

Gandhinagar: ગુજરાતના પંચાયત લેબ ટેક્નિશિયનોએ આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન આરંભ કર્યું છે. રાજ્યભરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાર્યરત 1400 લેબ ટેક્નિશિયનોના પ્રશ્નો છેલ્લા ચાર વર્ષથી બાકી છે.કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં 1988થી મળવાપાત્ર પગારધોરણ કરતાં ઓછી મહેનતાણું મળવાની સમસ્યા પ્રાથમિક છે. ઉપરાંત, ઈન્ફેક્શન એલાઉન્સ અને નોન-પ્રેક્ટિસ એલાઉન્સનો લાભ મળતો નથી. કોરોના મહામારી દરમિયાન સતત 130 દિવસ સુધી સેવાઓ આપ્યા છતાં તેમનું વેતન હજુ ચૂકવાયું નથી.

Thank you for reading this post, don't forget to subscribe!

ગુજરાત પંચાયત લેબોરેટરી ટેક્નિશિયન મહામંડળે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આરોગ્ય વિભાગે કોઈ સકારાત્મક પ્રતિસાદ આપ્યો નથી, જેના કારણે આંદોલનનું શસ્ત્ર અપનાવ્યું છે. આંદોલન અંતર્ગત એક કર્મચારી ઉપવાસ પર રહેશે, જ્યારે દરરોજ 200 જેટલા કર્મચારીઓ પ્રતીક ઉપવાસમાં ભાગ લેશે. જો સરકાર સમયસર યોગ્ય નિર્ણય નહીં કરે તો 11 માર્ચે સત્યાગ્રહ છાવણીથી સચિવાલય સુધી રેલી યોજવાની ચેતવણી આપવામાં આવી છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03