Entertainment: ક્રિશ 4 વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મનું અંદાજિત બજેટ આશરે 700 કરોડ રૂપિયા હશે. જો આ હકીકત સાબિત થાય, તો ક્રિશ 4 ભારતની સૌથી વધુ બજેટવાળી ફિલ્મ બની જશે. પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા રાકેશ રોશન ક્રિશ સિરીઝનો ચોથો ભાગ લઈને આવી રહ્યા છે. હૃતિક રોશન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ફિલ્મના શૂટિંગ વિશે રાકેશ રોશને મહત્વની અપડેટ આપી છે. રાકેશ રોશને ANIને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, “ક્રિશ 4 લગભગ તૈયાર છે. ટુંક સમયમાં હું તેની જાહેરાત કરીશ
Thank you for reading this post, don't forget to subscribe!ભારતની અત્યાર સુધીની મોંઘી ફિલ્મો
જો 700 કરોડ રૂપિયાના બજેટ સાથે ક્રિશ 4 બને છે, તો તે ભારતની સૌથી મોંઘી ફિલ્મ હશે. હાલમાં, આ ટોપ-બજેટ ફિલ્મોની યાદી છે:
- ક્રિશ 4 (આંદાજિત) – 700 કરોડ
- કલ્કિ 2898 AD (2024) – 600 કરોડ
- પુષ્પા 2 (2024) – 500 કરોડ
- સાહો (2019) – 350 કરોડ
- ઠગ્સ ઓફ હિન્દુસ્તાન (2018) – 300 કરોડ
- દેવરા: ભાગ 1 (2024) – 300 કરોડ
- બાહુબલી: ધ કન્ક્લુઝન (2017) – 250 કરોડ
- પદ્માવત (2018) – 215 કરોડ
બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ, કોઈ પણ સ્ટુડિયો કે પ્રોડક્શન હાઉસ 700 કરોડનો રોકાણ કરવા તૈયાર નથી. જેના કારણે ફિલ્મનું શૂટિંગ હાલ અટક્યું છે. આ ફિલ્મ 2025માં શરુ થવાની હતી, પણ બજેટની સમસ્યાને લીધે 2026માં શરૂ થવાની શક્યતા છે.