જાણીએ ભારતીય ક્રિકેટ ટીમનું નવા વર્ષનું સંપૂર્ણ શેડ્યુલ

Know the complete schedule of the Indian cricket team for the new year

Sports: નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, અને આ વર્ષ ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ રસપ્રદ અને વ્યસ્ત રહેવાનું છે. ટીમ ઈન્ડિયાએ આ વર્ષે અનેક મહત્વપૂર્ણ મેચ રમવાની છે. ચાલો, જાણીએ ભારતીય ક્રિકેટ ટીમનું નવા વર્ષનું સંપૂર્ણ શેડ્યુલ.

Thank you for reading this post, don't forget to subscribe!

આ વર્ષની શરૂઆત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઘરેલૂ સિરીઝથી થશે, જેમાં 5 T20I અને 3 ODI મેચનો સમાવેશ થાય છે. ચેમ્પિયન્સ ટ્રોફી અને IPL 2025 બાદ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 11 થી 16 જૂન વચ્ચે રમાશે. તે પછી, જૂન-ઓગસ્ટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ થશે. 2025માં કેટલીક મેચ ગુજરાતમાં રમાશે.

28 જાન્યુઆરીએ રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 મેચ રમાશે, અને 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI મેચ યોજાશે. આ સિવાય ઓગસ્ટમાં ભારતીય ટીમની અનેક મેચ રમી શકાય છે, જેનું શેડ્યુલ હજી જાહેર થવાનું છે. 2025 ક્રિકેટ ચાહકો માટે મનોરંજનથી ભરેલું રહેશે. આ સાથે, કેટલાક દિગ્ગજ ખેલાડીઓ સંન્યાસ લઈ શકે છે, જ્યારે નવી પ્રતિભાઓ ટીમ ઈન્ડિયામાં જોડાઈ શકે છે.

ભારત vs ઇંગ્લેન્ડ (T20I)

  • 22 જાન્યુઆરી: ચેન્નાઈ
  • 25 જાન્યુઆરી: કોલકત્તા
  • 28 જાન્યુઆરી: રાજકોટ
  • 31 જાન્યુઆરી: પુણે
  • 2 ફેબ્રુઆરી: મુંબઈ

ભારત vs ઇંગ્લેન્ડ (ODI)

  • 6 ફેબ્રુઆરી: નાગપુર
  • 9 ફેબ્રુઆરી: કટક
  • 12 ફેબ્રુઆરી: અમદાવાદ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (દુબઈ)

  • 20 ફેબ્રુઆરી-9 માર્ચ
  • ભારત vs ન્યુઝીલેન્ડ: 1 માર્ચ
  • ભારત vs પાકિસ્તાન: 23 ફેબ્રુઆરી
  • ફાઈનલ: 9 માર્ચ

ભારત vs ઇંગ્લેન્ડ (ટેસ્ટ સિરીઝ)

  • પ્રથમ ટેસ્ટ: 20-24 જૂન
  • બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ
  • ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ
  • ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ
  • પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ – 4 ઓગસ્ટ

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03