જાણો પેશાબના બદલાતા રંગો આપે છે, બીમારીઓના સંકેત

Know that changing colors of urine indicate diseases

Health: એક સ્વસ્થ વ્યક્તિ આખા દિવસમાં લગભગ 7તી 8 વખત યુરિન પાસ કરવા જાય છે. આ નેચરલ પ્રક્રિયા દ્વારા શરીરની ગંદકી બહાર નીકળે છે અને નુકસાન પહોંચાડનારા ટોક્સિન્સથી પણ છૂટકારો મળે છે. જાણો પેશાબના બદલાતા રંગો આપે છે કઈ-કઈ બીમારીઓના સંકેત. કયા રંગનો પેશાબ હોય તો કઈ બીમારો નો આપે છે સંકેત?

Thank you for reading this post, don't forget to subscribe!

જો તમે બીટ, ગાજર, ટામેટુ અથવા બેરી ખાતા હોવ તો તમારો પેશાબ લાલ અથવા ગુલાબી થઈ શકે છે. પરંતુ જો તમે આવું કંઈ ના ખાધુ હોય તો પણ તમારા પેશાબનો રંગ લાલ અથવા ગુલાબી દેખાય છે, તો તેનો અર્થ એ છે કે પેશાબમાં લોહી છે. તેના ઘણા અર્થ હોઈ શકે છે જેમ કે મૂત્રાશયનું કેન્સર, કિડનીની સમસ્યા અથવા મોટું પ્રોસ્ટેટ. આ દરેક સમસ્યાઓ ગંભીર છે. લાલ રંગનો પેશાબ હોય છે સૌથી ખતરનાક. જેમાં દુર્ગંધ પણ ખુબ આવે છે. જેમાં કિડની અને પેન્ક્રીયાઝ અને પ્રોસ્ટેટ ત્રણેય ખરાબ થઈ જવાની પુરી સંભાવના હોય છે.

વિટામિન B ના કારણે તમારા પેશાબનો રંગ પીળો થઈ શકે છે, જો કે, તેનાથી શરીરના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર પડતી નથી, તેથી ગભરાવાની જરૂર નથી. જો તમારા યુરિનનો રંગ હળવો પીળો થઈ જાય તો તેનો અર્થ છે કે તમે શરીરને જેટલું પાણી જોઈએ છે એટલું પીતા નથી. આવામાં તમારે વધુ પાણી પીવું જોઈએ. અનેકવાર ડાયાબિટિસ અને કિડનીના રોગના કારણે પણ યુરિનનો રંગ આવો થઈ જાય છે.

જો તમારા પેશાબનો રંગ ડાર્ક બ્રાઉન અથવા ચા ના રંગનો દેખાય છે, તો એ ચિંતાજનક બાબત છે. તેનો અર્થ એ છે કે તમે જરૂર કરતાં ઓછું પાણી પી રહ્યા છો. જો પૂરતા પ્રમાણમાં પાણી પીવા છતાં પેશાબનો રંગ બદલાતો નથી, તો તે લીવર અથવા અન્ય કોઈ સમસ્યાનો સંકેત બતાવે છે. જેથી તમારે સાવચેતી લેવાની શરૂ કરી દેવી જોઈએ.

વાદળી અથવા લીલો પેશાબ ભાગ્યે જ દેખાય છે, તેથી તમે તેને જોઈને ચોંકી જશો. આવું થઈ શકે છે કારણ કે તમારા ખોરાકમાં કોઈ રંગ છે અથવા તમે અમુક દવાઓ લઈ રહ્યા છો તો આવું બની શકે છે. પરંતુ આ ચિંતાજનક વાત છે તેથી જો વાદળી અથવા લીલો પેશાબ દેખાય, તો તરત જ ડૉક્ટરને જાણ કરો. તારે હોસ્પિટલ પહોંચવાની જરૂર છે. અનેકવાર જ્યારે તમે કલર્ડ ફૂડ્સ કે એલોપેથિક મેડિસિનનું વધુ સેવન કરતા હોવ તો તેના કારણે યુરિનનો કલર ગ્રીન-બ્રાઉન થઈ શકે છે. પરંતુ જો આમ ન હોય તો તમારે તરત જ ડોક્ટર પાસે જઈને તપાસ કરાવવી જોઈએ. બની શકે કે તમારા બેલ્ડરમાં કોઈ પ્રકારનું સંક્રમણ હોય. આવામાં તમારે તરત ડોક્ટર પાસે જવું જોઈએ.

જો તમારા પેશાબનો રંગ વાદળી હોય તો તમને ચોક્કસ કિડનીને લગતી તકલીફ હોઈ શકે છે. આ સિવાય ક્યારેક પેશાબમાં વીર્ય ભળી જાય છે જેના કારણે તેનો રંગ આવો થઈ જાય છે. તમારે ખાસ સાચવવાની જરૂર છે. અનેકવાર યુરિનનો રંગ વાદળો જેવો ધૂંધળો થઈ જાય છે. આ સીરિયસ ઈન્ફેક્શન તરફ ઈશારો કરે છે. અનેક વખત જ્યારે તમે બીમાર પડતા હશો તો ડોક્ટર્સે પેથોલોજિસ્ટ પાસે જઈને યુરિન સેમ્પલ્સ આપવાનું કહ્યું હશે. શું તમે વિચાર્યું છે કે પેશાબ દ્વારા કેવી રીતે તમને બીમારીની ખબર પડે છે. વાત જાણે એમ છે કે યુરિનનો કલર તમારું સ્વાસ્થ્ય જણાવી દે છે.

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01