Gujarat: ખેરાલુ તાલુકામાં ઓવરટેક વિવાદને લઈને થયેલા જીવલેણ હુમલાના કેસમાં સોમવારે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ધરપકડ કરાયેલા ચાર આરોપીઓનું ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
Thank you for reading this post, don't forget to subscribe!પરિસ્થિતિ બગડતા તોડફોડ
રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન પરિસ્થિતિ અચાનક બગડી ગઈ. રોષે ભરાયેલા ટોળાએ નજીક આવેલી ઓટો કન્સલ્ટની કેબિનમાં તોડફોડ કરી હતી. કેબિનની બારીઓ અને ટેબલના કાચ તોડી નાખવામાં આવ્યા. હંગામા વચ્ચે પોલીસ દળે તાત્કાલિક કાર્યવાહી કરી ટોળાને વિખેરી નાંખ્યું.
આ ઘટનાને પગલે વધુ તણાવ ન વધે તે માટે મહેકુબપુરા, ડભોડા અને આસપાસના હાઈવે વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ઘટના સંબંધિત કેટલાક વિડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મૂળ ઘટના શનિવારે બની હતી, જ્યારે અરઠી પાટિયા નજીક ડભોડાના એક વાહનચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીઓએ રવિવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
આરોપીઓની ધરપકડ પછી પોલીસ તરફથી ગ્રામજનોને વરઘોડો કાઢવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા માત્ર રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવતા લોકોએ રોષ પ્રગટ કર્યો અને હંગામો સર્જાયો. હાલમાં, ખેરાલુ તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અધિકારીઓ સતર્ક બન્યા છે. લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.