કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 જલદી રિલીઝ થશે

Karthik Aryan's Bhoola Bhulaiyya 3 will release soon

Entertainment: ભુલ ભૂલૈયા 2થી ડિલીટ કરવામાં આવેલો તબ્બુ અને કાર્તિક આર્યનનો ફની સીન લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ વીડિયો શૂટિંગ દરમિયાનનો છે, જેમાં રુહ બાબા અને મંજુલિકા એકબીજાની સાથે મસ્તી કરતાં જોઇને લોકોને સવાલ કરી રહ્યાં છે કે મેકર્સે આ સીન કેમ હટાવી દીધો છે? ફિલ્મ ચંદુ ચેમ્પિયન પછી કાર્તિક આર્યન હવે આગામી ફિલ્મ ભૂલ ભુલૈયા 3નાં રિલીઝ માટે પૂરી રીતે તૈયાર છે.

Thank you for reading this post, don't forget to subscribe!

કાર્તિક આર્યન આ દિવસોમાં એની અપકમિંગ ફિલ્મ ભૂલ ભુલૈયા 3ને લઇને જબરજસ્ત ચર્ચામાં છે. લેટેસ્ટમાં કાર્તિક આર્યન અને વિદ્યા બાલનનાં સેટ પરથી પહેલો લુક સામે આવ્યો હતો.

આ લુક સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થયો હતો. જો કે આ વચ્ચે ભૂલ ભુલૈયા 2નો એક ડિલીટેડ સીન ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહ્યો છે જેમાં અડધી રાત્રે સેટ પર કાર્તિક આર્યન એક્ટ્રેસ તબ્બુને ગીત સંભળાવે છે. સોશિયલ મિડીયા પર રુહ બાબા અને મંજુલિકાનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને ફેન્સ ખડખડાટ હસી રહ્યાં છે

ભૂલ ભુલૈયા હોરર કોમેડી ફ્રેન્ચાઇઝી હંમેશા ફેન્સને ખૂબ પસંદ પડે છે. હવે વિદ્યા બાલન, તૃપ્તિ ડિમરી, માધુરી દીક્ષિત અને કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 જલદી રિલીઝ થવાની છે. કાર્તિક આર્યને રુહ બાબાની અને તબ્બુએ મંજુલિકાની ભૂમિકા નિભાવી હતી. જો કે આ વચ્ચે Bhool Bhulaiyaa 2 નો એક ડિલીટેડ સીન વાયરલ થઇ રહ્યો છે, જેમાં રુહ બાબા અડધી રાત્રે મંજુલિકાનું ફેમસ ગીત આમી જે તોમાર ગીત સંભળાવતા જોવા મળી રહ્યાં છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03