Kadi Sarva Vishwa Vidyalaya: સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન ૧૮ કોલેજના ૭૫ યુવાનોને સુઘડ સ્તિથ પર્યાવરણની જાળવણી માટે કાર્યરત પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાનની મુલાકાત કરાવી હતી. મુલાકાત દરમિયાન સંસ્થા વતી દેવેન્દ્રભાઈ પારેખે પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી માટે યુવાનોની ભૂમિકા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સ્વચ્છતાના વિચારોને પોતાના જીવનમાં ઉતારવા, શૌચાલયના નિર્માણ સાથે તેનો યોગ્ય ઉપયોગ, પાણીનો યોગ્ય ઉપયોગ, વૃક્ષોનું વાવેતર, અન્ન નો બગાડ ન કરવો જેવા વિષયો સાથે આવનાર પેઢીના સારા આરોગ્ય માટે સાથે સ્વચ્છ, સુંદર, પ્રગતિશીલ અને સાચા અર્થમાં સ્વચ્છાગ્રહી રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે અપીલ કરી હતી.
“હમારે ઇરાદે નેક હૈ, હમ સબ એક હૈ”, “એક ભાઈ આવજો, એક વૃક્ષ વાવજો”, “બચાવો ભાઈ બચાવો, પાણી પર્યાવરણને બચાવો” જેવા સૂત્રોનો જયઘોષ કર્યો હતો અને ઉપસ્થિત તમામ યુવાનોને સ્વચ્છતાના શપથ લેવામાં આવી હતી.