Entertainment: બોલિવૂડમાં પોતાના સુમધુર અવાજથી જાદુ ચલાવનારી ગાયિકા શ્રેયા ઘોષાલે પોતાની આગવી ઓળખ બનાવી છે. ભારત ઉપરાંત વિદેશમાં પણ તેઓના અસંખ્ય ચાહકો છે. શું તમે જાણો છો કે શ્રેયા ઘોષાલના નામે એક ખાસ દિવસ પણ ઉજવવામાં આવે છે? આજના દિવસે, 12 માર્ચે, શ્રેયા ઘોષાલ પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. પરંતુ, ખાસ વાત એ છે કે 26 જૂનના રોજ અમેરિકામાં ‘શ્રેયા ઘોષાલ ડે’ ઉજવવામાં આવે છે. વર્ષ 2010માં, જ્યારે શ્રેયા ઓહિયો, અમેરિકા ગઇ હતી, ત્યારે ત્યાંના ગવર્નર ટેડ સ્ટ્રિકલેન્ડે 26 જૂનને શ્રેયા ઘોષાલ ડે તરીકે જાહેર કર્યો હતો.
Thank you for reading this post, don't forget to subscribe!શ્રેયા ઘોષાલનું સંગીતમય પ્રારંભ
માત્ર 16 વર્ષની ઉંમરે શ્રેયાએ બોલિવૂડમાં પોતાની સિંગિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. 2002માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ દેવદાસ માટે તેમણે પાંચ ગીતો ગાયાં, જે તમામ ખૂબ લોકપ્રિય રહ્યા. તેમની મધુર અવાજની જાદૂઈ અસર આજે પણ સંભળાય છે, જેની ઝલક તેમની સોસિયલ મીડિયાની પ્રચંડ ફેન ફોલોઈંગમાં જોવા મળે છે.
શ્રેયાએ માત્ર 6 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું અને 16 વર્ષની ઉંમરે એક મ્યુઝિક રિયાલિટી શો જીત્યો. ત્યારબાદ, તેમણે બોલિવૂડ તેમજ વિવિધ ભાષાઓમાં સંખ્યા હિટ ગીતો આપ્યા. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જન્મેલી શ્રેયા ઘોષાલે પોતાના અવાજ માટે અનેક પુરસ્કારો પણ જીત્યા છે. શ્રેયા ઘોષાલ ડે ના ઉલ્લેખ સાથે, એ સ્પષ્ટ થાય છે કે સંગીતપ્રેમીઓ માટે શ્રેયા એક પ્રેરણાસ્ત્રોત છે અને તેમનું યોગદાન અનમોલ છે.