World: જાપાનના ટોક્યોના દક્ષિણ વિસ્તારમાં આજે સવારે લગભગ 5:00 વાગ્યે ઈઝુ દ્વીપના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 5.9 નોંધાઈ છે. જાપાનના હવામાન વિભાગે આ ભૂકંપ પછી મેગાક્વેક એલર્ટ જાહેર કર્યું છે અને 8ની તીવ્રતાનો વધુ શક્તિશાળી ભૂકંપ આવવાની સંભાવના વ્યક્ત કરી છે. જો આ તીવ્રતા વાળો ભૂકંપ આવે, તો જાપાનમાં ફરી મોટી તબાહી સર્જાઈ શકે છે. હજી સુધી ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી મળ્યા. તદ્દુપરી, જાપાનના હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી ચેતવણી પણ જાહેર કરી છે.
Thank you for reading this post, don't forget to subscribe!લોકોને દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરીને સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયામાં 1 થી 2 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. આજે સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાચીજો દ્વીપ નજીક સમુદ્રમાં નાના સુનામીના મોજા દેખાયા છે. જો બીજો આંચકો આવે, તો આ મોજા મોટું સુનામી સ્વરૂપ લઈ શકે છે. ભૂકંપનું કેન્દ્ર આ દ્વીપથી આશરે 180 કિલોમીટર દૂર હતું.
જાપાનની મેટિયોરોલિજકલ એજન્સી (JMA)એ આજે સવારે આવેલા ભૂકંપ બાદ મેગાકંપનું એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ જાપાનમાં પહેલીવાર જારી કરવામાં આવ્યું છે, કારણ કે આજ આવેલા ભૂકંપનું કેન્દ્ર સમુદ્ર કિનારેથી 25 કિલોમીટર દૂર નાનકાઈ ટર્ફ પાસે મળ્યું છે. આ ટર્ફની નીચે એક વિશાળ ફોલ્ટ ઝોન છે.