Sports: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે એક વિશાળ વીમા કવરેજ લેવામાં આવે છે, જે મેચ રદ થવા, ખેલાડીઓની ઈજા, અને અન્ય જોખમોને આવરી લે છે. 2024માં આ કવર 10,000 કરોડ રૂપિયાથી વધુ હતું. 2025ની સીઝનમાં, IPLના આયોજકો અને ફ્રેન્ચાઈઝીને વીમા માટે બમણી રકમ ચૂકવવી પડી શકે છે. આનો મુખ્ય કારણ વીમા કંપનીઓ પર વધતા દાવાઓ છે. ગત સીઝનમાં એક મેચ રદ થવાથી આશરે 16થી 17 કરોડ રૂપિયાનો ક્લેમ થયો હતો. સાથે જ ત્રણ મેચો રદ અથવા ટૂંકી રમાડવામાં આવી હતી, જેનાથી મોટી રકમના દાવ નોંધાયા હતા.
પરિણામે, વીમા કંપનીઓએ તેમના પ્રીમિયમ દરોમાં વધારો કર્યો છે. અગાઉ જ્યાં પ્રતિ મેચ 2 કરોડ રૂપિયાનો પ્રીમિયમ લેવામાં આવતો હતો, હવે તે 4થી 5 કરોડ સુધી જઈ શકે છે. આખી ટૂર્નામેન્ટ માટે બીસીસીઆઈએ 5થી 6 કરોડ રૂપિયાના વીમા ખર્ચનો અંદાજ લગાવ્યો છે. 2025ની સિઝનમાં 74 મેચ યોજાનાર હોવાથી કુલ દાવનો આકાર 2590 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
વીમા કંપનીઓ તેમના જોખમોને ઘટાડવા માટે રી-ઈનશ્યોરન્સનો સહારો લઈ રહી છે. જોકે, બજારની મર્યાદાઓને કારણે માત્ર 20-30% જોખમનું પુનર્વીમા આવરી લે છે. વધુમાં, IPLની નવી નીતિને અંતિમ સ્વરૂપ અપાઈ નથી, અને ટૂર્નામેન્ટ શરૂ થવા માત્ર 10 દિવસ બાકી હોવાથી, વીમો મેળવવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે. આ વધતા ખર્ચને કારણે, IPLની ટિકિટની કિંમતો પર પણ અસર થઈ શકે છે. જો પ્રીમિયમ વધુ રહેશે, તો તે ટિકિટના દરો પર પણ અસર કરી શકે છે. આઈપીએલ ફેન્સ માટે આગામી સિઝનમાં વધુ ખર્ચી અનુભવ થવાની શક્યતા છે.