સરકારી વિજ્ઞાન કોલેજ થરાદ ખાતે ઇન્ટ્રોડકટરી વર્કશોપનું આયોજન કરાયું

Introductory workshop organized at Government Science College Tharad

Banaskantha: કવચ કેન્દ્ર અંતર્ગત સાયબર સિક્યુરીટી સેલના ઉપક્રમે ઇન્ટ્રોડકટરી વર્કશોપ ગત તા. 8 જાન્યુઆરીના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ થરાદ ખાતે કવચ કેન્દ્ર અંતર્ગત સાયબર સિક્યુરીટી સેલના ઉપક્રમે એક ઇન્ટ્રોડકટરી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, પ્રસ્તુત કાર્યક્રમની શરૂઆતમાં કવચ કોઓર્ડીનેટર પ્રો. ડૉ. નિહાર કે. નિમ્બાર્ક દ્વારા આવકાર ઉદબોધન તથા કાર્યક્રમની ભૂમિકા મુકવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કોલેજ ખાતે કવચ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

Thank you for reading this post, don't forget to subscribe!

સમગ્ર સ્ટાફે અને આચાર્યે સાયબર સમસ્યાઓના સમાધાન માટે વિદ્યાર્થીઓ નિયમિત રીતે આ કવચ કેન્દ્રની મુલાકાત લેતાં થાય એ માટે આહવાન કર્યું હતું ત્યારબાદ કોલેજના આચાર્ય પ્રો. મહેશભાઈ આર. સોલંકી દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું જેમાં તેઓએ વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરીટીથી માહિતગાર કર્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આજના ટેકનોલોજીના યુગમાં સોફ્ટ સ્કીલ વિકસાવવાની ખુબ જ જરૂર છે અને આ સાથે તેઓએ ઈન્ટરનેટથી થતા ફાયદા તેમજ ગેરફાયદા જેમ કે સોશ્યલ મીડિયા એકાઉન્ટ હેક થવા, ઓનલાઈન ફ્રોડ વગેરે જેવી બાબતોના ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને ડીજીટલ અવેરનેસ કેળવવા જણાવ્યું હતું.

કાર્યક્રમને આગળ વધારતાં કવચ કો- ઓર્ડીનેટર પ્રો. ડો. નિહાર કે. નિમ્બાર્ક દ્વારા ઇન્ટ્રોડકટરી વર્કશોપ રજુ કરવામાં આવ્યો હતો, વધુમાં ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. અશોકકુમાર વી. દરજીએ પણ સ્ટ્રોંગ એન્ડ વેરાઈટી ઓફ પાસવર્ડ માટે પોતાના મૌલિક સૂચનો આપી વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. કાર્યક્રમના અંત તરફ જતાં પ્રો. દેવેન્દ્રભારતી બી. ગોસ્વામીએ આભારવિધિ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03