NEW DELHI: શુક્રવારે રાત્રે પાકિસ્તાનના હુમલાનો દમદાર જવાબ આપ્યો હતો જેમાં , ભારતે પાકિસ્તાનનાં કુલ 8 લશ્કરી ઠેકાણાં પર હુમલો કર્યો હતો. ભારતીય સેનાના આ દમદાર હુમલામાં પાકિસ્તાની એરબેઝ(AIRBASE) તથા હથિયારના ગોડાઉન સહિતના અનેક મહત્વપૂર્ણ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
Thank you for reading this post, don't forget to subscribe!ભારતીય સેનાના પ્રવક્તા કર્નલ સોફિયા કુરેશીએ શનિવારે રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “આ કાર્યવાહી આત્મરક્ષાત્મક હતી અને ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સિયાલકોટના લુની વિસ્તારમાં આવેલા એક આતંકી લોન્ચ પેડને નષ્ટ કરવામાં આવ્યો છે, જેનો વિડીયો BSF દ્વારા પણ જાહેર કરવામાં આવ્યો છે.”

શુક્રવારે સાંજે 7:47થી રાત્રે 10:57 સુધીમાં પાકિસ્તાને ભારતના જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના 26 શહેરોમાં 550થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા. ભારતીય સેનાએ આ હુમલાઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવ્યા હતા.

શનિવારે સવારે પાકિસ્તાને ફરીથી હુમલા શરૂ કર્યા, જેમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતને નિશાન બનાવવામાં આવ્યા. રાજૌરી જિલ્લામાં થયેલા ગોળીબારમાં એક વહીવટી અધિકારી સહિત પાંચ લોકોના મૃત્યુ થયા હતા. જમ્મુ શહેરમાં હવાઈ હુમલાઓ ચાલુ રહેતાં અનેક ઈમારતોને નુકસાન પહોંચ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્થિતિની સમીક્ષા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ત્રિ-સેના પ્રમુખો સાથે ઊંચસ્તરીય બેઠક યોજી હતી. સરકાર દ્વારા હાલમાં સમગ્ર સરહદી વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.