ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આજે 34મો જન્મદિવસ

Indian fast bowler Mohammad Shami's 34th birthday today

sports: મોહમ્મદ શમીનો જન્મ ઉત્તર પ્રદેશના અમરોહના એક નાનકડાં ગામમાં થયો હતો. નાનપણમાં ગરીબી જોઈ મોટો થયેલા શમીએ ક્રિકેટ જગતમાં એન્ટ્રી કરતી વખતે અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે. પરંતુ આજે મોહમ્મદ શમી કરોડો રુપિયાનો માલિક છે.

Thank you for reading this post, don't forget to subscribe!

બાળપણ ગરીબીમાં પસાર થયું, આજે કરોડો રુપિયાનો માલિક છે આ બોલર ભારતીય બોલર લાંબા સમયથી ઈજાને કારણે ટીમ ઈન્ડિયાથી બહાર છે. હવે શમી ટીમમાં રમવા માટે સંપૂર્ણ તૈયાર છે. બાંગ્લાદેશની સાથે રમાનારી ટેસ્ટ સીરિઝમાં શમી રમતો જોવા મળી શકે છે. તો આજે મોહમ્મદ શમીના જન્મદિવસ પર કેટલીક વાતો જાણીએ.

આજો મોહમ્મદ શમી પોતાનો 34મો જન્મદિવસ મનાવી રહ્યો છે, તો તેના જન્મદિવસ પર તમને મોહમ્મદ શમીની પર્સનલ લાઈફ થી લઈ વનડે વર્લ્ડકપ 2023ના પ્રદર્શન વિશે વાત કરીએ.

છેલ્લી વખત મોહમ્મદ શમી વનડે વર્લ્ડ 2023માં રમતા જોવા મળ્યો હતો પરંતુ હવે શમી ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માટે ખુબ મહેનત કરી રહ્યો છે. તેમણે બોલિંગ પણ શરુ કરી દીધી છે.શમીએ વનડે વર્લ્ડકપમાં 24 વિકેટ પોતાને નામ કરી હતી.

શમીની પર્સનલ લાઈફ સારી ચાલી રહી નથી. તેની પત્નીએ તેના પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ બંન્નેના છુટાછેડા થયા હતા. હવે શમી અને તેની પત્ની અલગ રહે છે. શમીને એક દિકરી પણ છે જે તેની પત્ની સાથે રહે છે. મોહમ્મદ શમીએ 6 જૂન 2014ના રોજ મોડલ હસીના જ્હાં સાથે લગ્ન કર્યા હતા.

આપણે મોહમ્મદ શમીના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો 64 ટેસ્ટ, 101 વનડે અને 23 ટી20 મેચ રમી છે. 64 ટેસ્ટ મેચમાં શમીએ 229 વિકેટ લીધી છે. આ સિવાય 101 વનડે મેચમાં શમીએ 195 વિકેટ લીધી છે. તેમજ 23 ટી20 મેચમાં શમીના નામે 24 વિકેટ સામેલ છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03