નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આયુષ્માન ભારત યોજના સંબંધિત મહત્ત્વની જાહેરાત કરી શકે છે. મળતી માહિતી અનુસાર, યોજનાની મફત સારવાર રકમ 5 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી છે. જો કે, સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. યોજનાની રકમ 10 લાખ સુધી વધારવાની ભલામણ, 60 વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાની શક્યતા
Thank you for reading this post, don't forget to subscribe!60 વર્ષથી વધુના નાગરિકો માટે લાભ વિસ્તૃત થવાની શક્યતા
આરોગ્ય અંગેની સંસદીય સ્થાયી સમિતિએ યોજનાની રકમ 10 લાખ રૂપિયા સુધી વધારવાની ભલામણ કરી છે. સમિતિએ આરોગ્ય સંભાળ પર વધતા ખર્ચ અને અનુદાનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સૂચન આપ્યું છે. સાથે જ, યોજનામાં વય મર્યાદા ઘટાડીને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકોને સામેલ કરવાનું પણ પ્રસ્તાવિત છે.
હાલમાં, આયુષ્માન ભારત યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના નાગરિકો આર્થિક પરિસ્થિતિ પર ધ્યાન રાખ્યા વગર લાભ લઈ શકે છે. તાજેતરના અહેવાલ મુજબ, આ વય મર્યાદાને 60 વર્ષ સુધી લાવવાની ભલામણ કરવામાં આવી છે જેથી વધુ નાગરિકોને આ યોજનાનો લાભ મળી શકે.
યોજનાના બજેટ ખર્ચમાં ઘટાડો નોંધાયો
સંસદીય સમિતિએ યોજનાના બજેટ ખર્ચની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી છે. નાણાકીય વર્ષ 2024 માટે 7200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે બાદમાં ઘટાડીને 6800 કરોડ રૂપિયા કરવામાં આવ્યા. જોકે, વાસ્તવિક ખર્ચ માત્ર 6670 કરોડ રૂપિયા નોંધાયો. 2025 માટે 7605 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ 9 જાન્યુઆરી સુધી તેનો માત્ર 5034.03 કરોડ રૂપિયા જ ખર્ચ થયો છે. સરકાર તરફથી ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.