Business: હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. જેથી ફૂલોની ખૂબ જ માંગ વધી છે. પરંતુ ભારે વરસાદના કારણે ફૂલના પાકમાં નુકસાન થવાથી ગલગોટા ફૂલ 200 થી 300 રૂપિયા કિલો મળી રહ્યા છે. જ્યારે ગુલાબના ફૂલ 1,200 થી 1,500 રૂપિયા કિલો મળી રહ્યા છે.
Thank you for reading this post, don't forget to subscribe!સમગ્ર ગુજરાતમાં થયેલા ભારે વરસાદના પગલે ફૂલના પાકમાં પણ મોટું નુકસાન થવા પામ્યું છે. જેથી બનાસકાંઠાના ફૂલ બજારમાં ફૂલોની આવક ઘટવાની સાથે ભાવમાં ખૂબ જ વધારો નોંધાયો છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસાના ફૂલ માર્કેટમાં ચોમાસા દરમિયાન ગલગોટા, ગુલાબ, પારસ, સેવંતી, ગુલમોહર, લીલી જેવા ફૂલની આવક થતી હોય છે. પરંતુ ભારે વરસાદના કારણે ફૂલના પાકમાં નુકસાન થતાં આ તમામ ફૂલની આવકમાં ઘટાડો થયો છે. ડીસા શહેરમાં આવેલ ફૂલ માર્કેટમાં ચોમાસા દરમિયાન મોટા ભાગના ફૂલ બરોડા, આણંદ, નડિયાદ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાંથી આવતા હોય છે. જેથી ડીસા ફૂલ બજારમાં ફૂલોની આવકમાં ઘટાડો થતાં ફૂલના ભાવમાં તેજી આવી છે.
અન્ય ફૂલોની વાત કરીએ તો, પારસ ફૂલ કે જે અગાઉ 250 રૂપિયા કિલો મળતા હતા તે અત્યારે 750 થી લઈ 1,000 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. તેમજ સેવંતી ફૂલ જે અગાઉ 200 રૂપિયા કિલો મળતા હતા તે અત્યારે 350 રૂપિયા કિલો મળી રહ્યા છે. ગુલમોહરના ફૂલ જે પહેલા 250 રૂપિયા કિલો મળતા હતા તે અત્યારે 700 રૂપિયા કિલો મળી રહ્યા છે. તેમજ લીલી ફૂલ 60 થી 70 રૂપિયા કિલો મળી રહ્યા છે.