Business: ઈન્કમ ટેક્સ વિભાગે પારલે ગ્રુપના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડી તપાસ શરૂ કરી છે. પારલે ગ્રુપ Parle-G, મોનાકો અને અન્ય બ્રાન્ડ નામથી બિસ્કિટ વેચે છે. મુંબઈમાં કંપનીના અનેક સ્થાનો પર સવારથી દરોડા ચાલી રહ્યા છે. આવકવેરા વિભાગના ફોરેન એસેટ યુનિટ અને મુંબઈ ઈનકમ ટેક્સ ઈન્વેસ્ટિગેશન વિંગ દ્વારા આ તપાસ હાથ ધરાઈ છે. જોકે, આ તપાસની પાછળનું ચોક્કસ કારણ હજી સુધી ખુલાસો થયું નથી. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવી શકે છે. હાલ, આવકવેરા વિભાગ કંપનીના દસ્તાવેજોની ચકાસણીમાં વ્યસ્ત છે.
Thank you for reading this post, don't forget to subscribe!FY24માં Parle-Gનો નફો નોંધપાત્ર રીતે વધ્યો
સૌથી પહેલા Parle-G બિસ્કિટને નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન થયેલા નફા વિશે વાત કરીએ તો પીટીઆઈ અનુસાર, નાણાકીય વર્ષ 2024 (FY24)માં તેનો નફો બમણો થઈને 1,606.95 કરોડ રૂપિયા થયો છે, જે નાણાકીય વર્ષ 2023 (FY23)માં 743.66 કરોડ રૂપિયા હતો. જો આવકની વાત કરીએ તો તે 5.31 ટકા વધીને 15,085.76 કરોડ રૂપિયા થઈ છે. આ આંકડા દર્શાવે છે કે પારલે બિસ્કીટની માંગ હજુ પણ મજબૂત છે.