Education: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં કુલપતિ ડૉ. K.C પોરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
Thank you for reading this post, don't forget to subscribe!સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ લેવાયો કે હવેથી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની ફિક્સ ડિપોઝિટ (FD)ની રકમ યુનિવર્સિટીના કબજામાં રહેશે, અને કોલેજો તેના પરનું વ્યાજ ઉપાડી શકશે નહીં. બીજો મહત્વપૂર્ણ નિર્ણય એ કે વિકાસ કામોના એસ્ટીમેટમાં હવે જીએસટીની રકમ સાથે એસ્ટીમેટ તૈયાર કરવામાં આવશે, જેના કારણે યુનિવર્સિટી પર પડતા લાખો રૂપિયાના વધારાના ભારણમાંથી મુક્તિ મળશે.
આ સાથે, યુનિવર્સિટી કેમ્પસમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સોલાર પેનલ લગાવવા માટે રૂ. 1 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. વરસાદી પાણીના સંગ્રહ અને રિચાર્જ માટે ફ્રેંચ ડ્રેન સિસ્ટમની મંજૂરી આપવામાં આવી છે. આગામી ત્રણ વર્ષ માટે 400 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરવાનું પણ નિર્ણય લેવામાં આવ્યું છે. માટે, 100થી વધુ એજન્ડામાંથી 74 મુદ્દાઓ પર ચર્ચા કરી મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા, જ્યારે કેટલાક મુદ્દાઓ પર નિર્ણય લેવાનો બાકી છે.