ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: 4,000 નવા શિક્ષકોની ભરતી જાહેર

Gujarat Teachers Recruitment: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં 4000 નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે, જેમાં 2000 શિક્ષકો માધ્યમિક માટે અને 2000 શિક્ષકો ઉચ્ચતર માધ્યમિક માટે શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

Thank you for reading this post, don't forget to subscribe!

ઘણા સમયથી નોકરી માટે ચાલી રહેલા આંદોલનો વચ્ચે શિક્ષકની નોકરીની રાહ જોઈ રહેલા માટે આનંદના સમાચાર આવી રહ્યા છે.આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રકિયા આગામી 12 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 26 સપ્ટેમ્બર સુધી ચાલશે. શિક્ષણ વિભાગના આ મોટા નિર્ણયથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવામાં આવશે.

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા બહાર પડવામાં આવેલી શિક્ષકોની ભરતી માટે આગામી મહિનાની 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03