પોરબંદરના બખરલા ગામમાં ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ

History of Chamunda Mataji Temple in Bakharla Village, Porbandar

Bhakti sandesh: પોરબંદર જિલ્લામાં શિવ મંદિરો અને માતાજીના અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. તેમનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે. આ મંદિરો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. પોરબંદર જિલ્લાના અનેક ગામોમાં ચામુંડા માતાજીના પૌરાણિક મંદિરો આવેલા છે.

Thank you for reading this post, don't forget to subscribe!

પોરબંદરથી 10 કિમી દૂર બખરલા ગામમાં ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર 550 વર્ષ જૂનું છે. તેમજ મંદિર સાથે અનેક માન્યતા જોડાયેલી છે. અહીં દર્શન કરવા આવતા વૈદ્યનાથને માતાએ દર્શને આવવાની ના પાડી હતી.

મંદિરોનો જીર્ણોદ્ધાર ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. આવું જ એક મંદિર પોરબંદરથી 10 કિમી દૂર બખરલા ગામમાં 550 વર્ષ કરતાં પણ જૂનું ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. ગામ વસવાટ પૂર્વેનું આ મંદિર હોવાની પણ એક માન્યતા રહેલી છે.

બખરલાના સરપંચ અરસીભાઈ ખુંટીના જણાવ્યા મુજબ ચામુંડા માતાજીનું મંદિર પૌરાણિક મંદિર છે. એક ધાર્મિક માન્યતા મુજબ 550 વર્ષ પૂર્વે અહીં નેસડા હતા અને રાણનું એક ઝાડ હતું. તેમની નીચે ચામુંડા માતાજીનું સ્થાન હતું. ત્યારે ગામ વસ્યું અને ધીરે ધીરે મંદિરનો વિકાસ કરવામાં આવ્યો છે. આ મંદિરમાં માતાજીની પૌરાણિક મૂર્તિ આજે પણ જોવા મળે છે. તેમની બાજુમાં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01