Banaskantha: પ્લોટ, મકાન અને જરૂરી રાશનની સગવડ કરાવવાનું આપ્યું આશ્વાસન, થરાદના ચાંગડા ગામે દયનીય હાલતમાં જીવન જીવતા નિરાધાર પરિવારની વેદના વિષે નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસારિત થતાં તંત્ર સતર્ક બન્યું. થરાદ તાલુકા વિકાસ અધિકારી (TDO) મુકેશભાઈ ત્રિવેદી અને તલાટી કમ મંત્રી ઈશ્વરભાઈ પટેલે શનિવારે આ પરિવારની રૂબરૂ મુલાકાત લીધી.
Thank you for reading this post, don't forget to subscribe!પરિવારમાં વિધવા વયોવૃદ્ધ માતા છે, જેની દીકરી માનસિક રીતે અસ્થિર છે અને દીકરો દિવ્યાંગ હોવાને કારણે પરિવારને ગુજરાન ચલાવવું અત્યંત કઠિન બની ગયું છે. પોતાની આ કરુણ સ્થિતિ અંગે આ પરિવારએ મિડિયા સમક્ષ વાત કરી હતી.
TDO મુકેશભાઈ ત્રિવેદીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, નિરાધાર પરિવારને પ્લોટ, મકાન અને જરૂરી રાશનની સુવિધા માટે તમામ પ્રયાસો કરાશે. તાત્કાલિક રાશન કીટ પૂરી પાડવામાં આવી હતી. સાથે જ, તેમણે સેવાભાવી લોકોને આ પરિવારમાં મદદરૂપ થવા માટે પ્રેરિત કર્યા. હવે જોવાનું એ છે કે, રાજકીય નેતાઓ પણ મત માટે વાયદા કરતાં આ નિરાધાર પરિવારની વેદના પ્રત્યે સંવેદનશીલ થાય છે કે નહીં.
અહેવાલ: અરવિંદ પુરોહિત, થરાદ