Entertainment: 25મા ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સ 8 અને 9 માર્ચે જયપુરમાં યોજાયા હતા. આ વખતે IIFA એવોર્ડ સમારોહ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સાબિત થયો, કારણ કે પહેલી વાર બે ગુજરાતીઓને IIFA એવોર્ડ મળ્યા છે.
Thank you for reading this post, don't forget to subscribe!જાનકી બોડીવાલાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ
ફિલ્મ શૈતાનમાં અભિનય માટે જાનકી બોડીવાલાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી (Supporting Actress)નો એવોર્ડ મળ્યો. ખાસ વાત એ છે કે જાનકીએ આ એવોર્ડ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પાસેથી સ્વીકાર્યો.
સ્નેહા દેસાઈને શ્રેષ્ઠ પટકથાનો એવોર્ડ
ગુજરાતી પ્રતિભા માટે વધુ એક સન્માનરૂપી પળ એ હતી કે સ્નેહા દેસાઈને શ્રેષ્ઠ પટકથા (Screenplay) માટે એવોર્ડ મળ્યો. આ ઉપરાંત, ભૂલ ભુલૈયા 2 માટે કાર્તિક આર્યન શ્રેષ્ઠ અભિનેતા બન્યો અને લાપતા લેડીઝ ફિલ્મે 10 એવોર્ડ જીતીને ધમાલ મચાવી. IIFA 2025ની જમાવટ અને સિનેમાચાહકોનો ઉત્સાહ બતાવે છે કે ભારતીય સિનેમાનો આ મહોત્સવ દર વર્ષે વધારે ઉર્જાશીલ બની રહ્યો છે.