Health: ડૉક્ટરની સલાહ વિના લાંબા સમય સુધી સ્ટીરોઈડ આઈ ડ્રોપ્સનો ઉપયોગ ઝામરને નોતરી શકે છે. ભારતમાં 1.19 કરોડથી વધુ લોકોને ઝામર (ગ્લુકોમા) છે, અને 10 લાખથી વધુ લોકો દ્રષ્ટિ ગુમાવી ચૂક્યા છે. મોતિયા અને રીફ્રેક્ટિવ એરર બાદ ઝામર ભારતમાં દ્રષ્ટિ ગુમાવવાનું ત્રીજું સૌથી મોટું કારણ છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી અંધત્વ અટકાવી શકાય. શરૂઆતમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી, જેના કારણે દર્દી સારવાર લેતા અટકતો હોય છે. એકવાર દ્રષ્ટિને નુકસાન થાય તો પુનઃ પ્રાપ્ત કરી શકાય નહીં.
Thank you for reading this post, don't forget to subscribe!મોટી ઉંમરના લોકો ઉપરાંત નાનાં બાળકોમાં પણ ‘કોન્જેનિટલ ગ્લુકોમા’ થઈ શકે છે. ડાયાબિટીસ અને જિનેટિક કારણે ઝામર થવાની સંભાવના વધુ હોય છે. માતા-પિતાને ઝામર હોય તો બાળકોને આ રોગ થવાનો જોખમ આઠગણી વધારે છે. ઝામર વારસાગત હોવાને કારણે પરિવારના તમામ સભ્યોએ આ ટેસ્ટ કરાવવી જોઈએ. ડૉ. આશિષ ભોજ અનુસાર, વારસાગત ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આંખની ઈજા અને સ્ટીરોઈડ ડ્રોપ્સનો વધુ ઉપયોગ ઝામરના મુખ્ય પરિબળો છે.
લક્ષણો
સામાન્ય રીતે ઝામરના પ્રારંભિક તબક્કામાં કોઈ લક્ષણો જણાતા નથી, પરંતુ કેટલાક દર્દીઓમાં નીચેની ચિન્હો જોવા મળે છે:
- આંખ લાલ થવી
- આંખમાંથી પાણી પડવું
- આંખમાં દુઃખાવો
- માથાનું દુઃખવું
- ચશ્માના નંબર વારંવાર બદલાવા
- પ્રકાશની આજુબાજુ કુંડાળા દેખાવા
- અંતિમ તબક્કે અંધત્વ
ઝામરના મુખ્ય કારણો
- પરિવારના સભ્યોમાં ઝામર હોવું
- બ્લડ પ્રેશર, થાઈરોઈડ, ડાયાબિટીસ
- માઇનસ કે પ્લસમાં ઊંચા ચશ્માના નંબર
- ઉંમર વધવી (ખાસ કરીને 45 વર્ષથી વધુ)
- આંખમાં ઈજા કે ઓપરેશન કરાવેલું હોવું
- સ્ટીરોઇડ દવાઓનો ઉપયોગ
- ઝામર માટેની સારવાર
ઝામર માટે ત્રણ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે:
- મેડિકલ સારવાર: દવાઓ દ્વારા દબાણ ઘટાડવાની સારવાર.
- લેસર સારવાર: લેસરથી પ્રવાહી પ્રવાહ સુધારવો.
- સર્જરી: જો મેડિકલ અને લેસર સારવાર અસફળ જાય, તો સર્જરી કરવી પડે છે.
જો યોગ્ય સમયે સારવાર ન કરાય, તો 7-8 વર્ષમાં અથવા વધુમાં 10-12 વર્ષમાં દર્દી સંપૂર્ણ અંધત્વ તરફ ધકેલાઈ શકે છે. તેથી, સમયસર તપાસ અને યોગ્ય ઉપચાર અનિવાર્ય છે.