પાટડીમાં યુવતીના મોતનું, મોતીવાડામાં શંકાસ્પદ હાલતમાં મૃતદહ માંડ્યો

Girl's death in Patdi, body found in suspicious condition in Motiwara


Valsad: પાટડીમાં 19 વર્ષીય કોલેજીયન યુવતીની હત્યાની આશંકાએ પંથકમાં ભારે ચકચાર મચાવી છે. ટ્યુશનથી ઘરે પરત ફરતી વખતે યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, યુવતી ગુરુવારે ટ્યુશનથી છૂટી પોતાના પરિચિત યુવક સાથે ફોન પર વાત કરતી કરતી ઘરે જઈ રહી હતી. આ દરમિયાન ફોન પર કોઈ ઝઘડાનો અવાજ આવ્યો હતો અને ત્યારબાદ ફોન બંધ થઈ ગયો હતો.

Thank you for reading this post, don't forget to subscribe!

યુવતીની બહેને તેની શોધખોળ કરતાં તેનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટના બાદ પાટડી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હત્યાની આશંકાને ધ્યાનમાં રાખીને પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

પાટડીમાં યુવતીની હત્યાના મામલે નવી વિગતો સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, યુવતીનો મૃતદેહમોતીવાડા પાસે ભરાતા હાટ બજાર નજીક એક અવવારું સ્થળે યુવતી બેશુદ્ધ હાલતમાં મળી હતી. જેથી તેને તાત્કાલિક બાઇક પર જ પારડી મોહનદયાળ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરિવારજનોએ તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જઈ હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

આ ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં હત્યાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03