શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામમાં ચાલતી હતી ભૂતિયા સીઝનલ હોસ્ટેલ.
Thank you for reading this post, don't forget to subscribe!આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને સામાજિક કાર્યકરે કૌભાંડ પરથી ઉચક્યો પડદો
Patan News: ગુજરાતમાં નકલી અધિકારીઓ, નકલી સરકારી કચેરીઓ ઝડપાઇ છે. જેમાં એક નવો ઉમેરો થયો છે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામે ભૂતિયા હોસ્ટેલ એટલે કે માત્ર કાગળો ઉપર ચાલતી સરકારી હોસ્ટેલ ઝડપાઇ છે. એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર મામલે તપાસ કરીને પાટણ જિલ્લા શિક્ષણ વિભાગની પોલ ખોલી નાખી છે.
મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ અંતર્ગત છેવાડા અને સરહદી વિસ્તારના ગામડાઓમાં વસવાટ કરતા અગરિયાઓ અને મજુરોના બાળકોને પોતાના વાલીઓ સાથે પોતાનું શિક્ષણ છોડી અન્ય વિસ્તારમાં સ્થળાંતર ના કરવું પડે માટે થઈને સીઝનલ હોસ્ટેલમાં આ બાળકોને રહેવાનો, જમવાનો અને તમામ ખર્ચ પેટે શાળાને ગ્રાન્ટ આપવામાં આવે છે.

આવી એક હોસ્ટેલ તાલુકાના સુબાપુરા ગામે સરકારી ચોપડે નોંધાયેલી છે. ત્યારે આ સમગ્ર બાબતે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા જાતતપાસ કરવામાં આવી હતી ત્યારે આવી કોઈ જ હોસ્ટેલ સુબાપૂરા ગામની પ્રાથમિક શાળા માં હયાત નથી તેવું જાણવા મળી આવ્યું હતું.
તેમ છતાં પણ સરકારી કાગળિયા પર પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામની સુબાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા આવી ભુતીયા સીજનલ હોસ્ટેલ દર્શાવી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ મેળવવામાં આવે છે, જ્યારે આ પ્રાથમિક શાળામાં બે-બે યુનિટમાં 50 ભુતિયા બાળકોની નોંધણી કરી આ ગ્રાન્ટ મેળવવામાં આવતી હોવાનો પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, અને સાથે જ શાળાના આચાર્ય દ્વારા જાત કબુલાત કરવામાં આવી છે કે આ ગ્રાન્ટના 25% ઉપરી અધિકારીઓને આપવામાં આવે છે તેવા પણ ગંભીર આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. મીડિયા અહેવાલના પગલે લખો રૂપિયાની સરકારી ગ્રાન્ટ ચાઉં કરનારા ઈસમો વિરુદ્ધ પગલાં લેવામાં આવશે કે કેમ?