India: પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે 92 વર્ષની વયે નિધન થયું. તેમની તબિયત ગુરુવારે સાંજે લથડી હતી, જેના કારણે તેમને દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Thank you for reading this post, don't forget to subscribe!મનમોહન સિંહ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા હતા. 90ના દાયકામાં તેમણે નાણા મંત્રી તરીકે દેશમાં આર્થિક સુધારાઓની શરૂઆત કરી હતી, જેને ભારતીય અર્થતંત્રનો પાયો માનવામાં આવે છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, તેમને ગુરુવારે સાંજે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને રાત્રે 8 વાગ્યે તબિયત વધુ બગડતાં એમને એઈમ્સ લઈ જવામાં આવ્યા હતા. કાર્ડિયોલોજી વિભાગના ડૉ. નીતિશ નાઈકની દેખરેખમાં વરિષ્ઠ ડૉક્ટરોની ટીમ તેમની સારવારમાં કાર્યરત હતી, પરંતુ મોડી રાત્રે તેમનું નિધન થયું.
મનમોહન સિંહના નિધન પર રાજ્ય સરકારે સાત દિવસનો શોક જાહેર કર્યો છે, અને આજે તિરંગા અડધી કાઠીએ નમાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.