Banaskantha: ડીસા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી. ઘટનાની સુચના મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધી પાંચ મજૂરોના મોત થયા હોવાની આશંકા છે.
Thank you for reading this post, don't forget to subscribe!પ્રાપ્ત માહિતી મુજબ, ડીસાના ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગી, જે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી આગ બુઝાવવાના પ્રયાસોમાં લાગી ગઈ છે.
પ્રારંભિક તારણ મુજબ, ફેક્ટરીમાં બોઇલર ફાટવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગના કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. દુર્ઘટનાના સમયે ફેક્ટરીમાં અનેક મજૂરો હાજર હતા, જેમાંથી ઘણા ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધી મૃતકોની ચોક્કસ સંખ્યા સામે આવી નથી.