CRIME NEWS: સુરત જિલ્લાના ડિંડોલી વિસ્તારમાં એક અત્યંત નિંદનીય ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાની 14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર ગુનાને કારણે કોર્ટે આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આ કૃત્યને પિતા-પુત્રીના સંબંધોને લજવનાર અને અત્યંત ધૃણાસ્પદ ગણાવ્યું છે.
Thank you for reading this post, don't forget to subscribe!સુરતના ડીંડોલી વિસ્તારમાં 14 વર્ષની સગીર દીકરી પર પિતાએ સતત એક મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજારનાર પિતાને કોર્ટે તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટના નિર્ણયમાં એ પણ જણાવાયું છે કે, આ પ્રકારના ગંભીર ગુનાઓને હળવાશથી ન લઈ શકાય. નરાધમ પિતાની દુષ્કર્મની ઘટના સમગ્ર સમાજ માટે શરમજનક હતી. આ કિસ્સામાં કોર્ટ દ્વારા દાખલારૂપ સજા ફટકારી, માનવ અધિકારોની પૂરી રક્ષા કરવામાં આવી છે. આ સજા લોકોને એ ચેતવણી આપે છે કે, આવા ગંભીર ગુનાઓને ચલાવી લેવામાં આવશે નહીં.
17-5-24ના રોજ ઉત્તરપ્રદેશના વતની એવા પોતાના આરોપી પતિ વિરુદ્ધ પત્નીએ સગીર પુત્રીને ધાકધમકી આપીને એકથી વધુ વાર બળાત્કાર ગુજારીને પોક્સો એક્ટના ભંગ બદલ ડીંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો છે અને જીવે ત્યાં સુધી આજીવન કેદ, રૂ. 20 લાખ દંડ ફટકાર્યો છે.