નાના મેડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો

Farewell ceremony of the Principal of Nana Meda Primary School was held

Education: ધાનેરા તાલુકાના નાના મેડા ગામ ખાતે તા. 8 જાન્યુઆરી, 2025ના રોજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ગીરજા બેન પ્રજાપતિના વતન નજીક બદલી થવા અંગે વિદાય સન્માન સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં નાના મેડા પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, મધ્યાહન ભોજનના સંચાલકો, ગ્રામજનો તેમજ અનાપુરગઢ હાઈસ્કૂલ તથા આજુબાજુના ગામોમાંથી આવેલા શાળા આચાર્યો હાજર રહ્યા. આચાર્ય શ્રી ગીરજા બેન પ્રજાપતિને છાલ ઓઢાડી, ભેટસોગાદ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Thank you for reading this post, don't forget to subscribe!

ગિરજા બેન પ્રજાપતિએ પોતાના અનુભવ શેર કરતાં કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકાના કચ્છી બાલ્કમાં કચ્છી ભાષાને કારણે થઈેલી પ્રારંભિક હેરાનગતિ અને નાના મેડા ગામમાં આવતા સમયે થયેલી પડકારસભર પરિસ્થિતિઓની યાદો તાજી કરી. આલવાડા ગામના આચાર્ય શ્રી ધીરજભાઈના મક્કમ ટેકાની અને સહકારની યાદગાર પ્રેરણાને પણ તેઓએ હળવાશથી યાદ કરી ધન્યવાદ આપ્યો.

વિદાય સમારંભ દરમિયાન ગીરજા બેન પ્રજાપતિએ મધ્યાહન ભોજનના સંચાલકોને ગિફ્ટ આપીને માન આપ્યું અને તમામ હાજર ગ્રામજનો, મહેમાનો તથા વિદ્યાર્થીઓ માટે પોતાના સ્વખર્ચે ભોજન તૈયાર કરાવ્યું. બદલીના કારણે વિદ્યાર્થીઓએ આચાર્ય શ્રીને અલવિદા આપતી વખતે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે બાળકોના પ્રેમ અને આચાર્ય શ્રીની ભાવનાત્મક અંશદિલાવટના કારણે સમગ્ર વાતાવરણ અત્યંત યાદગાર બની ગયું હતું.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03