15 કરોડ સુધીના ટેન્ડરો માટે નાણાં વિભાગની મંજૂરીથી મુક્તિ

Exemption from Finance Department approval for tenders up to Rs 15 crore

1 Min Read

GANDHINAGAR: રાજ્ય સરકારે ટેન્ડર મંજૂરી પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા દિશામાં મહત્વનો નીતિગત નિર્ણય લીધો છે. હવે રાજ્યના વિવિધ વિભાગો અને કચેરીઓ રૂ. 15 કરોડ સુધીના ટેન્ડરો નાણા વિભાગની મંજૂરી વગર મંજૂર કરી શકશે. અત્યાર સુધી રૂ. 5થી 10 કરોડ સુધીના ટેન્ડરો માટે નાણા વિભાગની મંજૂરી ફરજિયાત હતી, પરંતુ હવે આ મર્યાદા વધારીને રૂ. 15 કરોડ કરી દેવામાં આવી છે. આ નિર્ણયનો ઉદ્દેશ સરકારી વ્યવસ્થામાં ઝડપી અને અસરકારક નિર્ણયો લેવામાં મદદરૂપ થવો છે. નાયબ સચિવ PM ભારદ્વાજ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં આ નવા નિયમો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

Thank you for reading this post, don't forget to subscribe!

પરિપત્રમાં જણાવ્યા મુજબ હવે વિભાગીય સચિવ, મુખ્ય સચિવ કે અધિક સચિવને રૂ. 15 કરોડ સુધીના ટેન્ડર અથવા ખરીદી દરખાસ્તોને પોતે મંજૂર કરવાની અધિકૃતિ રહેશે. જો ટેન્ડર રકમ રૂ. 15 કરોડથી વધુ હોય તો તેમાં નાણા વિભાગના અગ્ર સચિવ અથવા મુખ્ય સચિવની મંજૂરી લેવી જરૂરી રહેશે આ પગલાથી ટેન્ડર પ્રક્રિયામાં વહીવટી તંત્રને વધુ સ્વતંત્રતા મળશે અને વિકાસકામો વધુ ઝડપથી અમલમાં આવી શકશે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03